- ભારત 5જી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે
- મોબાઈલ ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરીઓ વધશે
- ટીમ લિઝ ડિજિટલે 6,000થી વધુ ભરતીઓની સંભાવના વ્યક્ત કરી
નવી દિલ્હીઃ મોબાઈલ ટેકનોલોજી ઉદ્યોગ, ગેમિંગ, નાણાકીય ટેકનોલોજી (ફિનટેક) અને શિક્ષણ ટેકનોલોજી (એડ-ટેક) જેવા ક્ષેત્રોના વિસ્તારની સાથે આ ક્ષેત્રોમાં કુશળ વ્યાવસાયિકોની માગમાં ઉછાળો ચાલુ છે. કર્મચારી સમાધાન કંપની ટીમલીઝ (staffing solutions company TeamLease) ડિજિટલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, 5જી ઈન્ટરનેટ આવવાથી આગામી મહિનાઓમાં આ ક્ષેત્રોમાં મોટા પાયે ભરતીઓ (advent of 5G accelerate hiring) આવશે.
આ પણ વાંચો-Data Patterns in Capital Market: IPO 14 ડિસેમ્બર, 2021ના રોજ ખૂલશે
આગામી 6થી 9 મહિનાની અંદર ભરતી થશે
ટીમલીઝ ડિજિટલના અધિકારીના (Team Lease Digital) મતે, ગેમિંગ, ફિનટેક, હેલ્થટેક અને એડટેક ક્ષેત્રોમાં યુવા ઉપયોગકર્તાઓની વધતી સંખ્યા (massive traction in gaming fintech healthtech)ની સાથે મોબાઈલ એપ્લિકેશન ટેકનિકની 6,000થી વધુ રોજગારની તક ઉભી કરી છે. આ પદો પર આગામી 6થી 9 મહિના દરમિયાન ભરતી કરવામાં આવશે.