ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકસભામાં મહિલા સાંસદનું ભાવુક નિવેદન, મારો પરિવાર જ મારો જન્મ થવા નહતો દેવા માગતો - લોકસભા

લોકસભામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ચર્ચા દરમિયાન અપક્ષ સાંસદ નવનીત રાણા પોતાની વાત રજૂ કરતા કરતા ભાવુક થઈ ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે, આ વાત તમામ લોકોએ જાણવી જોઈએ. હું જાણી જોઈને તમામને જણાવી રહી છું. મારો પરિવાર જ મારો જન્મ થવા દેવા નહતા માગતા.

લોકસભામાં મહિલા સાંસદનું ભાવુક નિવેદન, મારો પરિવાર જ મારો જન્મ થવા નહતો દેવા માગતો
લોકસભામાં મહિલા સાંસદનું ભાવુક નિવેદન, મારો પરિવાર જ મારો જન્મ થવા નહતો દેવા માગતો

By

Published : Mar 9, 2021, 9:54 AM IST

  • મહિલા દિવસે સાંસદ નવનીત રાણા લોકસભામાં થયા ભાવુક
  • મારો પરિવાર જ મારા જન્મ વિરૂદ્ધ હતોઃ સાંસદ નવનીત રાણા
  • મહિલા દિવસ પર જાણી જોઈને આ વાત કહીઃ સાંસદ નવનીત રાણા

નવી દિલ્હીઃ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર લોકસભામાં ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન એક મહિલા સાંસદે પોતાની વાત રજૂ કરી હતી. અપક્ષ મહિલા સાંસદ નવનીત રાણાએ જણાવ્યું હતું કે, તેનો પરિવાર જ તેનો જન્મ થવા દેવા નહતો માગતો. પરિવારના દબાણમાં તેમની માતા ડોક્ટર પાસે ગઈ. તેમને લાગતું હતું કે, જો કદાચ દીકરી થઈ તો સારું નહીં થા, પરંતુ તેમને ત્યારે ડોક્ટર ના મળ્યો.

આ પણ વાંચો :અધિર રંજનના આક્ષેપ અંગે અમિત શાહે કહ્યું કે, ટાગોરની ખુરશી પર હું નહીં, નહેરુ બેઠા હતા

હું સ્મૃતિ ઈરાનીથી ઘણી શીખીઃ સાંસદ નવનીત રાણા

આવું કહેતા કહેતા સાંસદ ભાવુક થઈ ગયા હતા. આ સાંસદ બીજું કોઈ નહીં પરંતુ નવનીત રાણા હતા. તેઓ મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ છે. સોમવારે મહિલા દિવસ પર ચર્ચા દરમિયાન તેમણે આ સમગ્ર વાત કહી હતી. સાંસદ નવનીત રાણાએ જણાવ્યું હતું કે, આ વાત સૌની જાણકારી માટે આવશ્યક છે. મહિલા દિવસ પર તેઓ જાણી જોઈને પોતાની વાત સૌની સામે રાખવા માગે છે. એક મહિલા માટે આપણા સમાજમાં શું શું થાય છે. તમે આને જાણી શકો છો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, તેઓ કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીથી ઘણુ બધુ શીખ્યા છે. તેઓ જેવી રીતે મુદ્દાઓને સામે રાખે છે. તેટલું તેના પર કામ કરે છે. આ જોઈને ઘણું સારું લાગે છે.

આ પણ વાંચો :લોકસભા અને રાજ્યસભાની અળગ ચેનલો સંસદ ટીવીમાં ભળી ગઈ

ABOUT THE AUTHOR

...view details