ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ranchi Flight Issue: દિલ્હીથી રાંચી જતી ફ્લાઈટનું ટેકઓફના 20 મિનિટ બાદ ઈમરજન્સી લેન્ડિંગ - પેસેન્જર્સ માટે અન્ય સગવડ

દિલ્હીથી રાંચી જતી ફ્લાઈટમાં 20 મિનિટ બાદ ટેકનીકલ ખામી સર્જાઈ હતી. જેના પરિણામે વિમાનને દિલ્હી એરપોર્ટ પર પરત ફેરવીને લેન્ડ કરાયું હતું. ત્યારબાદ દરેક પેસેન્જર્સને બીજી ફ્લાઈટમાં રાંચી મોકલવામાં આવ્યા હતા. શુક્રવારે પણ પટનાથી દિલ્હી જતી ઈન્ડિગોની એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

Indigo Flight Emergency Landing
Indigo Flight Emergency Landing

By

Published : Aug 5, 2023, 6:55 PM IST

રાંચીઃ શનિવાર સવારે દિલ્હીથી રાંચી માટે રવાના થયેલી ફ્લાઈટમાં ટેકનીકલ ખામી સર્જાતા તેનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોની આ ફ્લાઈટે ઉડ્ડયન કર્યાના 20 મિનિટ બાદ જ તેમાં આ સ્થિતિ સર્જાઈ હતી. ટેકનીકલ ખામી ધ્યાન પર આવતા જ પાયલોટે કુનેહપૂર્વક ફ્લાઈટને પરત દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.

10 હજાર ફિટની ઊંચાઈ પર ખામીઃ ઈન્ડિગોની આ ફ્લાઈટે સવારે 7.20 કલાકે ઉડ્ડયન શરૂ કર્યુ હતું. 20 મિનિટ બાદ ટેકનીકલ ખામી સર્જાઈ અને 10 હજાર ફિટની ઊંચાઈ પર પાયલોટે ઈમરજન્સી લેન્ડિંગની જાહેરાત કરી. આ જાહેરાત થતાં જ પેસેન્જર્સમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. ફ્લાઈટમાં કુલ 180 પેસેન્જર્સ હતા. ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ સફળ રહેતા પેસેન્જર્સનો ઉચાટ શાંત થયો હતો.

અન્ય સગવડ કરાઈઃ તમામ 180 યાત્રિકોને અન્ય એક વિમાનથી રાંચી મોકલી આપ્યા હતા. સદર ફલાઈટ સવારે 9.30 કલાકે રાંચી પહોંચવાની હતી પરંતુ ટેકનીકલ ખામી સર્જાતા અને અન્ય વ્યવસ્થા કરવાને પરિણામે પેસેન્જર્સ ત્રણેક કલાક મોડા રાંચી એરપોર્ટ પર પહોંચ્યા હતા.

ઉડ્ડયનના 20 મિનિટ બાદ ફ્લાઈટમાં અચાનક જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી પરિણામે ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં અન્ય એક ફલાઈટમાં પેસેન્જર્સને રાંચી મોકલવાની સગવડ કરવામાં આવી હતી....ફ્લાઈટ પેસેન્જર

1 દિવસ પહેલા પણ ઈમરજન્સી લેન્ડિંગઃ પેસેન્જર્સની પરેશાની જતા ઈન્ડિગો તરફથી તેમના માટે રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી.એક દિવસ અગાઉ પણ પટનાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

  1. Punjab News : ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની ફ્લાઈટ બે વખત પાકિસ્તાન એરસ્પેસમાં પ્રવેશી, અમૃતસર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
  2. ઉડાન ભરતા જ પ્લેનમાં અચાનક લાગી આગ, આ રીતે કરાયું ઈમરજન્સી લેંડિંગ

ABOUT THE AUTHOR

...view details