ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Flight Emergency Landing : સુરતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ - સુરતથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટ

સુરતથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું છે. પક્ષીની ટક્કરથી આ વિમાનનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ઘટના અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

Flight Emergency Landing : સુરતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
Flight Emergency Landing : સુરતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

By

Published : Feb 26, 2023, 9:09 PM IST

અમદાવાદ :DGCAએ રવિવારે એક સત્તાવાર નિવેદનમાં માહિતી આપી હતી કે, સુરતથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, વિમાન સાથે પક્ષી અથડાયા બાદ આ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ડિગો A320 એરક્રાફ્ટ VT-IZI ઓપરેટિંગ ફ્લાઇટ 6E-646 (સુરત-દિલ્હી)ને સુરત ખાતે ટેકઓફ દરમિયાન પક્ષી અથડાયા હતા.

અમદાવાદમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું :ડીજીસીએએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્યારબાદ વિમાનને અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું. આમાં N1 વાઇબ્રેશન 4.7 યુનિટ હતું. આ ઘટના બાદ પ્લેન સુરક્ષિત રીતે અમદાવાદમાં લેન્ડ થયું હતું. ડીજીસીએના એક સત્તાવાર નિવેદન અનુસાર, જમીનની તપાસ દરમિયાન વિમાનના એન્જિન ફેન બ્લેડમાં ખામી જોવા મળી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાઉન્ડ ઈન્સ્પેક્શન દરમિયાન એરક્રાફ્ટના નંબર 2 એન્જિન ફેન બ્લેડને નુકસાન થયું હતું. આ એરક્રાફ્ટને બાદમાં સત્તાવાળાઓ દ્વારા 'એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ' (AOG) જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :Jodhpur Flight Emergency Landing : જોધપુરમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, મહિલા મુસાફરનું મોત

અન્ય પ્રવાસીઓને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ :એરલાઇન્સ કંપની દ્વારા જારી કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અગાઉ 25 ફેબ્રુઆરીએ ભોપાલમાં, દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ કોચીનથી ઉપડી હતી અને બોર્ડમાં તબીબી કટોકટીના કારણે તેને ભોપાલ તરફ વાળવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ડિગો ફ્લાઈટ 6E 2407માં મેડિકલ ઈમરજન્સીના કારણે કોચીનથી દિલ્હી સુધીના ઓપરેશનને ભોપાલ તરફ વાળવામાં આવ્યું છે. અન્ય પ્રવાસીઓને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. ભોપાલ એરપોર્ટે આ મામલે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, ભોપાલમાં ઉતર્યા બાદ એરપોર્ટની ટીમે એક સેકન્ડ પણ બગાડ્યા વિના પ્રવાસીઓને ઝડપથી ઉતાર્યા અને બધાને સલામત રીતે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

આ પણ વાંચો :એક મેઈલ; ફ્લાઈટમાં બૉમ્બ, 244 લોકોના જીવ તાળવે ચોટ્યાં...

ABOUT THE AUTHOR

...view details