ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Emergency in India: એક પરિવાર સામે ઉઠેલા અવાજને દબાવવા લાદવામાં આવી કટોકટી : શાહ - કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી

25 જૂન 1975ને તત્કાલીન પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીની જાહેરાત કરી હતી. ઈમરજન્સીની 46મી વર્ષગાંઠને ભાજપે 'ઈમરજન્સી વિરોધ દિવસ' તરીકે મનાવી રહી છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

amit shah
amit shah

By

Published : Jun 25, 2021, 12:41 PM IST

Updated : Jun 25, 2021, 1:04 PM IST

  • 25 જૂન 1975ના દિવસે દેશમાં લાગી હતી ઈમરજન્સી
  • ભાજપે ઈમરજન્સીને કાળો દિવસ ગણાવ્યો
  • ઈમરજન્સીને 46 વર્ષ પૂર્ણ થતા આ દિવસને ઈમરજન્સી વિરોધ દિવસ ગણાવ્યો

નવી દિલ્હીઃ ભાજપના નેતાઓએ ઈમરજન્સીને 46 વર્ષ પૂર્ણ થતા કોંગ્રેસની ટિકા કરી છે અને ઈમરજન્સી સામે અવાજ ઉઠાવતા 'સત્યાગ્રહીઓ'ને યાદ કર્યા છે. દેશમાં 25 જૂન 1975થી 21 માર્ચ 1977 વચ્ચે 21 મહિનાના સમયગાળા સુધી ઈમરજન્સી લાગુ હતી. ઈન્દિરા ગાંધી તે સમયે દેશના વડાંપ્રધાન હતા. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે એક પછી એક ટ્વિટ કરી રહ્યા છે કે, વર્ષ 1975માં આજના દિવસે જ કોંગ્રેસે સત્તાના સ્વાર્થ અને અહંકાર દેશ પર ઈમરજન્સી લગાવીને વિશ્વના સૌથી મોટા લોકતંત્રની હત્યા કરી હતી.

આ પણ વાંચો-Emergency in India: ક્યારે, કેમ, કઈરીતે, કેટલી વખત, જુઓ

સંસદ અને કોર્ટને મૂકદર્શક બનાવાઈ

કેન્દ્રિય ગૃહપ્રધાને કહ્યું હતું કે, અસંખ્ય સત્યાગ્રહીઓને રાતોરાત જેલમાં પૂરીને પ્રેસ પર તાળા મારી દેવાયા હતા. નાગરિકોના મૌલિક અધિકાર છીનવીને સંસદ અને કોર્ટને મૂકદર્શક બનાવવામાં આવી હતી. ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, એક પરિવારના વિરોધમાં ઉઠનારા અવાજને કચળવા માટે થોપવામાં આવેલી ઈમરજન્સી આઝાદ ભારતના ઈતિહાસનો એક કાળો અધ્યાય છે. તેમણે કહ્યું હતું કે, 21 મહિના સુધી નિર્દયી શાસનની ક્રુર ત્રાસ સહન કરીને દેશના સંવિધાન અને લોકતંત્રની રક્ષા માટે સતત સંઘર્ષ કરનારા દરેક દેશવાસીઓના ત્યાગ અને બલિદાનને નમન.

આ પણ વાંચો-કટોકટી જાહેર કરવી એક ભૂલ હતી: રાહુલ ગાંધી

ઈમરજન્સી લોકતંત્ર પર કાળો ધબ્બોઃ નડ્ડા

ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે, વર્ષ 1975માં આજના જ દિવસે કોંગ્રેસે રાજકીય સ્વાર્થ માટે ઈમરજન્સીની જાહેરાત કરી હતી, જે ભારતના મહાન લોકતંત્ર પર કાળો ધબ્બો છે. તેમણે કહ્યું હતું કે, મેં એ તમામ સત્યાગ્રહીઓને નમન કરું છું, જેમણે ભીષણ ત્રાસ સહન કર્યા પછી પણ ઈમરજન્સીનો વિરોધ કર્યો અને લોકશાહીના મૂલ્યોની આસ્થાની મજાક ઉડાવી હતી.

કોંગ્રેસનું નામ પાખંડઃ જાવડેકર

તો આ તરફ માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરી કહ્યું હતું કે, કોંગ્રેસનું નામ પાખંડ છે. આજે અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરનારી કોંગ્રેસે દેશમાં ઈમરજન્સી લગાવી હતી અને સારી સ્વતંત્રતા પૂર્ણ કરી હતી. ઈમજરન્સી જ કોંગ્રેસનું સાચું સ્વરૂપ છે.

Last Updated : Jun 25, 2021, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details