ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમિત શાહ અને યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી - અમિત શાહને ધમકી મળી

અમિત શાહ અને યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

અમિત શાહ અને યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી
અમિત શાહ અને યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી

By

Published : Apr 6, 2021, 5:11 PM IST

Updated : Apr 6, 2021, 6:54 PM IST

  • CRPFની મુખ્ય ઓફિસમાં આવ્યો ઈ-મેઈલ
  • ધમકી મળતા સુરક્ષા એજન્સિઓએ તપાસ શરૂ કરી
  • અમિત શાહને અગાઉ પણ બોમ્બથી મારી નાખવાની ધમકી મળી હતી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ગૃહપ્રધાન અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ આ ધમકી CRPF(Central Reserve Police Force)ની મુંબઇ ઓફિસને આજે મંગળવારે ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગૃહપ્રધાન અમિત શાહને અગાઉ પણ પ્રજાસત્તાક દિન પર બોમ્બથી મારી નાખવાની ધમકી મળી હતી.

CRPFની મુખ્ય ઓફિસમાં આવ્યો ઈ-મેઈલ

આ પણ વાંચોઃ CM યોગીને ધમકી આપવનાર આરોપીની મુંબઈથી ધરપકડ

યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી

UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની વાત કરીએ તો આ વર્ષે જાન્યુઆરીમાં તેમને મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ નંબર પરના મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે 24 કલાકની અંદર એકે-47થી તેમને મારી નાખશું. પોલીસને તુરંત તપાસ કરતાં આરોપીની આગ્રાથી ધરપકડ કરવામાં આવી હતી. મેસેજ મોકલનાર વ્ચક્તિ સગીર હતો. આ કેસમાં પણ આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ CM યોગીને ધમકી મામલે તપાસ માટે STFની ટીમને સક્રિય કરાઈ

ઘણી વાર ધમકીઓ મળી ચુકી છે

ઉલ્લેખનીય છે કે, આ પહેલો કેસ નથી જ્યારે મુખ્યપ્રધાન યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલા પણ ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં આગ્રામાં મુખ્યપ્રધાન યોગીને ધમકી આપવાના બે અલગ અલગ કેસ નોંધાયા હતા. આ સિવાય મે મહિનામાં પણ મુખ્યપ્રધાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ધમકીઓ પહેલા પણ મળી હતી. પહેલાથી જ મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથ આતંકવાદીઓના નિશાના પર રહ્યા છે.

Last Updated : Apr 6, 2021, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details