વોશિંગ્ટનઃટેસ્લાના સીઈઓ એલન મસ્ક ટ્વિટરના 100% શેર ખરીદવા માટે તૈયાર(Alan Musk ready to buy 100% stake in Twitter) છે. તેણે ગુરુવારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર(Microblogging platform Twitter) માટે યુએસ 41.39 બિલિયન ડોલરની ઓફર કરી હતી(Elon Musk Offers To Buy Twitter). તેણે કહ્યું કે શેર દીઠ 54.20 ડોલરમાં રોકડ ખરીદવા માટે તે "શ્રેષ્ઠ અને અંતિમ" બોલી છે. ટ્વિટરે ગુરુવારે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે મસ્કે બુધવારે ટ્વિટરને એક પત્ર મોકલ્યો હતો, જેમાં કંપનીના બાકીના શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ પણ વાંચો - ટ્વિટરના યુઝર્સને આપશે નવું ફિચર્સ, વપરાશકર્તાઓ થશે ફાયદો
ટ્વિટરને ખાનગી કંપની બનાવવી જરૂરી છે -મસ્કે સ્ટોક એક્સચેન્જ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, મેં ટ્વિટરમાં રોકાણ કર્યું કારણ કે હું વિશ્વભરમાં મુક્ત અભિવ્યક્તિ માટેનું પ્લેટફોર્મ બનવામાં માનું છું, અને હું માનું છું કે કાર્યકારી લોકશાહી માટે મુક્ત અભિવ્યક્તિ એ સામાજિક આવશ્યકતા છે, જો કે, મારું રોકાણ કર્યા પછી, મને સમજાયું કે કંપની તેના વર્તમાન સ્વરૂપમાં ન તો વિકાસ કરશે કે ન તો આ સામાજિક આવશ્યકતા પૂરી કરશે. ટ્વિટરને ખાનગી કંપનીમાં ફેરવવાની જરૂર છે.