ગુજરાત

gujarat

Musk Accuses Trudeau: મસ્કએ જસ્ટિન ટ્રુડો પર લગાવ્યો આરોપ, 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'ને દબાવવાનો પ્રયાસ

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2023, 11:30 AM IST

ઈલોન મસ્કે દેશમાં 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'ને કચડી નાખવા માટે જસ્ટિન ટ્રુડો સરકારની ટીકા કરી છે.

Musk Accuses Trudeau
Musk Accuses Trudeau

ઓટાવાઃઅમેરિકન બિઝનેસમેન અને સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર શાબ્દિક હુમલો કર્યો છે. મસ્કે ટ્રુડો પર તેમના દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો નાશ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેનેડા સરકારે સ્ટ્રીમિંગ સેવાઓ પ્રદાન કરતા ઓનલાઈન પ્લેટફોર્મને લઈને નવા નિયમો રજૂ કર્યા છે. જેમાં ઓનલાઈન સ્ટ્રીમિંગ સેવાઓના નિયમનકારી નિયંત્રણ માટે સરકારમાં ઔપચારિક રીતે નોંધણી કરાવવી ફરજિયાત છે.

કેનેડિયન સરકારની ટીકા કરી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ ફરીથી પોસ્ટ કરતી વખતે મસ્કએ ટ્રુડો પર આકરા પ્રહારો કર્યા અને દેશમાં 'સ્વાતંત્ર્યને કચડી નાખવા' માટે કેનેડિયન સરકારની ટીકા કરી હતી. આ પહેલીવાર નથી જ્યારે ટ્રુડો સરકાર પર આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હોય. અગાઉ ફેબ્રુઆરી 2022 માં, ટ્રુડોએ ટ્રક ડ્રાઇવરોના વિરોધનો જવાબ આપવા માટે તેમની સરકારને વધુ શક્તિ આપવા માટે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો હતો.

ભારતે ટ્રુડોના આરોપોને ફગાવ્યા: ઉલ્લેખનીય છે કે ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ટ્રુડો સતત નિશાના પર છે. જોકે, ભારતે ટ્રુડોના આરોપોને સદંતર ફગાવી દીધા છે. ભારત પહેલા જ કહી ચૂક્યું છે કે જો કોઈ પુરાવા હોય તો કેનેડા સરકારે બતાવવું જોઈએ.

ભારતે કેનેડામાં વિઝા સેવાઓ સ્થગિત કરી: કેનેડા હજુ સુધી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના દાવાને સમર્થન આપવા માટે કોઈ જાહેર પુરાવા પ્રદાન કરી શક્યું નથી. કેનેડાના વડાપ્રધાન ટ્રુડો દ્વારા હત્યામાં ભારતીય સંડોવણીના આરોપો બાદ ભારતે કેનેડામાં તેની વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, ભારતે દેશમાં વધી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને તેના નાગરિકો અને કેનેડા પ્રવાસ કરતા લોકોને અત્યંત સાવધાની રાખવા માટે એક એડવાઈઝરી જારી કરી છે.

  1. GST Collection: સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં 10 ટકાનો વધારો, સતત ચોથા મહિને 1.60 લાખ કરોડને પાર
  2. GSRTC News: ગુજરાત રાજ્ય માર્ગ ટ્રાન્સપોર્ટ નિગમે અશોક લેલેન્ડ કંપનીને 1,282 બસોનો ઓર્ડર આપ્યો

ABOUT THE AUTHOR

...view details