ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જૌલીગ્રાન્ટ એરપોર્ટની મુલાકાતે ખાસ "પ્રાણી" બાઉન્ડ્રી વોલ તોડી રન વે પર આવતાં થયું આવું... - જૌલીગ્રાન્ટ એરપોર્ટની બાઉન્ડ્રી વોલને હાથીએ નુકસાન પહોંચાડ્યું

મંગળવારે રાત્રે જૌલીગ્રાન્ટ એરપોર્ટ પર ભારે હડકંપ મચી ગયો હતો. કારણ એ હતું કે એક હાથી એરપોર્ટની બાઉન્ડ્રી વોલ તોડીને રનવે પર પહોંચી ગયો હતો. હાથીને એરપોર્ટની બહાર કાઢવા માટે વનવિભાગની ટીમને લગભગ બે કલાક સુધી પરસેવો પાડવો પડ્યો હતો.

જૌલીગ્રાન્ટ એરપોર્ટની મુલાકાતે ખાસ "પ્રાણી"  બાઉન્ડ્રી વોલ તોડી રન વે પર આવતાં થયું આવું...
જૌલીગ્રાન્ટ એરપોર્ટની મુલાકાતે ખાસ "પ્રાણી" બાઉન્ડ્રી વોલ તોડી રન વે પર આવતાં થયું આવું...

By

Published : Sep 15, 2021, 1:13 PM IST

  • જૌલીગ્રાન્ટ એરપોર્ટની મુલાકાતે ખાસ "પ્રાણી"
  • મંગળવારે રાત્રે રન વે પર ધસી આવ્યો હાથી
  • વનવિભાગની ટીમે કલાકોની મહેનત બાદ રવાના કર્યો

ડોઇવાલાઃ ઘટનાની વિગત જોઇએ તો મંગળવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ જૌલીગ્રાન્ટ એરપોર્ટ પર બાઉન્ડ્રી વોલ તોડી નાંખીને એક હાથી રનવે પર પહોંચ્યો હતો. એરપોર્ટ સુરક્ષાકર્મીઓએ રનવે પર જતાં હાથીને જોયો તો ભારે નાસભાગ થઈ ગઇ હતી. જોકે એરપોર્ટ સ્ટાફે તરત જ વનવિભાગને એરપોર્ટમાં હાથી ઘૂસી જવા વિશે જાણ કરી દીધી હતી..

હાથીની મુલાકાત આવી રહી

વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને હાથીને ત્યાંથી દૂર કરવા માટે ફટાકડાં ફોડીને એરપોર્ટ પરથી તો બહાર કાઢ્યો હતો. એરપોર્ટમાંથી નીકળીને હાથી નજીકના એક ગામમાં ઘૂસી ગયો અને કેટલાક ઘરને નુકસાન પહોંચાડ્યું હતું. આવી રીતે ગામમાં હંગામો મચાવ્યા બાદ હાથીએ ફરી એકવખત એરપોર્ટની બાઉન્ડ્રી વોલ તોડી અને રનવે પર પાછો પહોંચી ગયો હતો. આ વખતે વનવિભાગને હાથીને એરપોર્ટની બહાર કાઢવામાં પરસેવો છૂટી ગયો હતો. લગભગ બે કલાકની મહેનત બાદ વનવિભાગના કર્મચારીઓએ હાથીને એરપોર્ટની બહાર લઈ ગયાં હતાં. સવારે ચાર વાગ્યાની આસપાસ જે રસ્તે હાથી એરપોર્ટમાં પ્રવેશ્યો હતો તે જ રસ્તે પાછો જતો રહ્યો હતો.

પોલીસ અધિકારીએ આપ્યું નિવેદન

આ સંદર્ભે પોલીસ સ્ટેશન રેન્જ ઓફિસર એન. એલ. ડોભાલે જણાવ્યું હતું કે બપોરે 2 વાગ્યાની આસપાસ એક હાથી એરપોર્ટમાં ઘૂસી ગયો હતો. વનવિભાગની ટીમે તેને બહાર કાવા માટે ભારે મહેનત કરવી પડી હતી. એરપોર્ટમાંથી નીકળ્યાં બાદ હાથી એક ગામમાં પ્રવેશ્યો હતો અને ત્યાં પણ તેણે ભારે હંગામો મચાવ્યો હતો.. ઘણાં મકાનોની બાઉન્ડ્ર્રી વોલ પણ તોડી નાંખી હતી. સવારે હાથી એરપોર્ટનો વિસ્તાર છોડીને જંગલમાં જતો રહ્યો પછી શાંતિ થઇ હતી.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ડોઈવાલા અને થાણાં વિસ્તારમાં હાથીનો હંગામો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં પણ સોડા સિરોલીના ગુલેર ખાલામાં હાથીએ એક યુવાનને પછાડી પછાડીને મારી નાંખ્યો હતો.

આ પણ વાંચોઃ ઝારખંડના બેતલા નેશનલ પાર્કમાં પાલતુ હાથી બન્યો જંગલી હાથીઓનો શિકાર

આ પણ વાંચોઃ છત્તીસગઢમાં કરંટ લાગવાથી હાથીનું મોત, પાંચ લોકો સામે કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details