- સત્રમાં 17 બિલોમાં વીજળી (સુધારા) બિલ પસાર થશે
- વીજ ગ્રાહકોને બહુવિધ સેવા પ્રદાતાઓ વચ્ચે પસંદગી કરવાની સ્વતંત્રતા
- ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ, 2021ના રોજ સમાપ્ત થશે
નવી દિલ્હી :વીજળી (સુધારા) બિલ પસાર થયા પછીટેલિકોમ સેવાઓની જેમ વીજ ગ્રાહકોને બહુવિધ સેવા પ્રદાતાઓ વચ્ચે પસંદગી કરવાની સ્વતંત્રતા મળશે.
ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ, 2021ના રોજ સમાપ્ત થશે
એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, વીજળી (સુધારા) બિલ, 2021ને તેની વિચારણા અને મંજૂરી માટે આગામી કેટલાક દિવસોમાં કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ મૂકવામાં આવે તેવી સંભાવના છે. સરકાર સંસદના ચોમાસુ સત્રમાં આ બિલ લાવવા માગે છે. ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ, 2021ના રોજ સમાપ્ત થશે.
આ પણ વાંચો : સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ, PM Modiએ સંસદ ભવન પહોંચી કહ્યું ગૃહ સાર્થક ચર્ચા માટે સમર્પિત હોય
સરકારે સત્રમાં 17 બિલોને રજૂ કરવા માટે સૂચીબદ્ધ કર્યા
12 જુલાઈ 2021ના રોજ રજૂ કરવામાં આવેલી લોકસભાના બુલેટિન અનુસાર, સરકારે વર્તમાન સંસદ સત્રમાં જે નવા 17 બિલોને રજૂ કરવા માટે સૂચીબદ્ધ કર્યા છે. તેમાં વીજળી (સુધારો) બિલનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : કોરોના મહામારીમાં શ્રમિકોને ઘર સુધી પહોંચાડવા મોદી સરકારે ટ્રેનો દોડાવી હતી: જુગલસિંહ લોખંડવાલા
કમિશનમાં કાયદાકીય પૃષ્ઠભૂમિના સભ્યની નિમણૂક જરૂરી
બુલેટિનમાં જણાવ્યુંં હતું કે, વીજ કાયદામાં સૂચિત સુધારાથી વિતરણ વ્યવસાયમાંથી લાઇસેંસિંગ સમાપ્ત થશે અને તેમાં પ્રતિસ્પર્ધા થશે. આ સાથે જ દરેક કમિશનમાં કાયદાકીય પૃષ્ઠભૂમિના સભ્યની નિમણૂક કરવી જરૂરી રહેશે. આ ઉપરાંત વીજળીના અપીલીય ટ્રિબ્યુનલ (એપ્ટેલ)ને મજબૂત બનાવવાની અને નવીનીકરણીય ખરીદ પ્રતિબદ્ધતા (આરપીઓ)ના પરિપૂર્ણ કરવા બદલ દંડ લાદવાની જોગવાઈ પણ કરવામાં આવશે.