ન્યૂઝ ડેસ્કઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ (Election Result 2022) આજે આવશે. આ પાંચેય રાજ્યોમાંથી ચારમાં અત્યારે ભાજપની સરકાર છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. દેશની વાત કરીએ તો,અત્યારે 18 રાજ્યોમાં ભાજપ અને તેના ગઠબંધનની સરકાર છે. આ રાજ્યોમાં દેશની લગભગ 50 ટકા વસ્તી રહે છે. એટલે કે દેશની અડધી વસ્તીવાળા રાજ્યોમાં ભાજપની સરકાર છે. જ્યારે 6 રાજ્યોમાં કોંગ્રેસ અને તેના ગઠબંધનની સરકાર છે, જ્યાં દેશની 28 ટકા વસ્તી રહે છે.
નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી કોંગ્રેસ કેટલી સમેટાઈ, જાણો
તો આવો જાણીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની સત્તામાં આવ્યા પછી દેશના કેટલા રાજ્યોમાં ભાજપની (India Political Map) સરકાર હતી. ક્યારે દેશની સૌથી વધુ વસ્તીવાળા ભાગમાં ભાજપ અને તેના સહયોગી સરકારોનું શાસન આવ્યું અને નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી કોંગ્રેસ કેટલી (India Political Map) સમેટાઈ ગઈ.
જ્યારે મોદી સત્તામાં આવ્યા ત્યારે 7 રાજ્યોમાં હતી ભાજપ સરકાર
નરેન્દ્ર મોદી મે 2014માં ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેઓ સત્તામાં આવ્યા ત્યારે દેશના 7 રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષોની સરકારો હતી. તેમાંથી 5 રાજ્યોમાં ભાજપના મુખ્યપ્રધાન હતા. તે જ સમયે તેની સહયોગી પાર્ટી બિહાર અને પંજાબમાં સરકાર ચલાવી રહી હતી. દેશની 11 ટકાથી વધુ વસ્તી આ 2 રાજ્યોમાં રહે છે. બાકીના 5 રાજ્યો છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપના મુખ્યપ્રધાન હતા. દેશની 19 ટકા વસ્તી આ રાજ્યોમાં રહે છે. એટલે કે, જ્યારે મોદી સત્તામાં આવ્યા ત્યારે લગભગ 30 ટકા વસ્તી પર ભાજપ અને તેની સહયોગી સરકારો ચાલી રહી હતી.
આ પણ વાંચો-UP Election 2022 UPDATE : ગોરખપુર સીટ પર યોગી આદિત્યનાથ આગળ
મોદી સત્તામાં આવ્યા ત્યારે દેશના 14 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી