- નાયબ ચૂંટણી કમિશનર ઈન્ચાર્જ સુદીપ જૈને મમતા બેનરજીને ચેતવ્યા
- 'ચૂંટણી પંચ પર વ્યંગ અને દાવાઓની સાથે સવાલો ઉઠે તે યોગ્ય નથી'
- 'સંસ્થાને સત્તાધારી પક્ષના નજીકના બતાવી તેને અપમાનિત ન કરવામાં આવે'
આ પણ વાંચોઃબંગાળ ચૂંટણી: તૃણમૂલ જાહેર કરશે ઘોષણા પત્ર, ત્રણ વખત સ્થગિત થઈ ચૂક્યો છે કાર્યક્રમ
કોલકાતાઃ નાયબ ચૂંટણી કમિશનર ઈન્ચાર્જ સુદીપ જૈને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પંચ એ વાતને પસંદ નહીં કરે કે કોઈ રાજકીય પાર્ટી સાથેના સારા સંબંધ અંગે તેમની ઉપર સવાલ ઉઠે અને તેમને અપમાનિત કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે, સંસ્થાને સત્તાધારી પક્ષના નજીકના બતાવી તેને અપમાનિત ન કરવામાં આવે. આ સાથે જ સુદીપ જૈને દાવો કર્યો હતો કે, ચૂંટણી પંચ પર વ્યંગ અને દાવાઓની સાથે સવાલો ઉઠે તે યોગ્ય નથી.