ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Election 2022 : ચૂંટણી પંચે બીજેપી ધારાસભ્ય રાજા સિંહ વિરુદ્ધ FIRનો આપ્યો નિર્દેશ - Election Commission

ચૂંટણી પંચે (Election Commission) રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને બીજેપી ધારાસભ્ય રાજા સિંહ વિરુદ્ધ (Election Commission sends notice Raj Singh) FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.

ચૂંટણી પંચે બીજેપી ધારાસભ્ય રાજા સિંહ વિરુદ્ધ FIRનો આપ્યો નિર્દેશ
ચૂંટણી પંચે બીજેપી ધારાસભ્ય રાજા સિંહ વિરુદ્ધ FIRનો આપ્યો નિર્દેશ

By

Published : Feb 20, 2022, 1:58 PM IST

તેલંગાણા:ચૂંટણી પંચે (Election Commission) રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને બીજેપી ધારાસભ્ય રાજા સિંહ વિરુદ્ધ (Election Commission sends notice Raj Singh) FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે ચૂંટણી પંચે તેમના પ્રચાર અને મીડિયા સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે, યુપી ચૂંટણી દરમિયાન રાજ સિંહે યુપીના સીએમ યોગી આદિત્યનાથના સમર્થનમાં એક વીડિયો જાહેર કર્યો હતો.

આ પણ વાંચો:BJP નેતાની મતદારોને ધમકી, બોલ્યા- યુપીમાં રહેવું હોય તો ભાજપને વોટ આપો, નહીં તો રાજ્ય છોડી દો

વાયરલ વીડિયોને લઈને ચૂંટણી પંચે રાજ સિંહને નોટિસ પાઠવી

આ વાયરલ વીડિયોને લઈને ચૂંટણી પંચે (Election Commission) પહેલા જ રાજ સિંહને નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે આપેલી સમય મર્યાદામાં ખુલાસો ન આપવા બદલ FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું કે, વીડિયોમાં રાજ સિંહની ટિપ્પણી મતદારોને ડરાવવા જેવી જોવા મળી હતી અને ચૂંટણી પંચે 24 કલાકની અંદર ખુલાસો કરવાનો આદેશ પણ આપ્યો હતો, જેને રાજા સિંહે અવગણ્યો હતો.

આ પણ વાંચો:ચૂંટણી પંચે આજે EVM ડિસ્પેચની કાર્યવાહી કરી

ABOUT THE AUTHOR

...view details