હૈદરાબાદ:ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India) 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે શનિવારે જાહેરાત કરી શકે છે. આ જાહેરાત સાથે જ આ પાંચ રાજ્યોમાં આચારસંહિતા લાગુ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સહિત પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચ આજે શનિવારે બપોરે 3.30 વાગ્યે તારીખોની જાહેરાત કરશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022: દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો (Uttar Pradesh Assembly Election 2022) છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ 312 બેઠકો જીતીને સત્તામાં આવી હતી. જ્યારે 2012માં સરકાર બનાવનાર સમાજવાદી પાર્ટીને માત્ર 47 સીટો લઈને હાર માનવી પડી હતી. જ્યારે બસપા માત્ર 19 સીટો જીતી શકી હતી.
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022:પંજાબમાં 117 વિધાનસભા બેઠકો છે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં(Punjab Assembly Election 2022), કોંગ્રેસે કેપ્ટન અમરિન્દર સિંહના નેતૃત્વમાં 77 બેઠકો જીતીને 10 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી હતી. આ દરમિયાન, આમ આદમી પાર્ટી 20 બેઠકો જીતીને મુખ્ય વિપક્ષી પાર્ટી બની અને 10 વર્ષથી સત્તામાં રહેલું શિરોમણી અકાલી દળ માત્ર 18 બેઠકો પર જ સમેટાઈ ગયું હતું.