નવી દિલ્હીઃઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો વચ્ચે ચૂંટણી પંચે નવી ગાઈડલાઈન જાહેર કરી (victory processions) છે. ગાઈડલાઈન મુજબ વિજય સરઘસ પરનો પ્રતિબંધ હટાવી (lifts ban on victory processions) લેવામાં આવ્યો છે. એટલે કે, હવે ચૂંટણીમાં જીત બાદ ઉમેદવારો અને પક્ષો વિજય (Assembly Election 2022) સરઘસ કાઢી શકશે.
આ પણ વાંચો:ઉત્તરાખંડમાં મતગણતરી પહેલા હરીશ રાવતે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ
કોરોનાને કારણે ચૂંટણી પંચે તમામ નિયંત્રણો લાદી દીધા હતા
ચૂંટણી પંચે કોરોનાને કારણે ચૂંટણી રેલીઓ, રોડ શો અને વિજય સરઘસ સહિત તમામ પ્રકારના પ્રતિબંધો લાદી દીધા હતા. જોકે, બાદમાં ચૂંટણી પંચે મર્યાદિત સંખ્યામાં ચૂંટણી રેલીઓ અને રોડ શોને મંજૂરી આપી હતી. પરંતુ હવે પરિણામો દરમિયાન ચૂંટણી પંચે વિજય સરઘસ પરના પ્રતિબંધો હટાવી દીધા છે. આ છૂટછાટ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓની હાલની સૂચનાઓ અને સંબંધિત જિલ્લા સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવેલા નિવારક પગલાંને આધિન રહેશે.
આ પણ વાંચો:Election Result 2022: પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામોને લઈને નેતાઓના નિવેદનો