લખનઉ: વારાણસીમાં EVM લઈ જતું વાહન મળ્યા બાદ ચૂંટણી પંચે હવે પ્રતિક્રિયા આપી છે અને સપા પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા છેડછાડની ફરિયાદો સાથે પાર્ટી દ્વારા મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે. મંગળવારે મોડી રાત્રે આપવામાં આવેલા નિવેદનમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, વારાણસીમાં કેટલાક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો એક વાહનમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જેને લઈને સ્થાનિક નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે.
આ પણ વાંચો :મૃતક સૈનિકોના પોસ્ટલ બેલેટથી મત મોકલવામાં આવ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
જિલ્લા ચૂંટણી અધિકારીનું નિવેદન
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ EVMને તાલીમ માટે માર્ક કરવામાં આવ્યા હતા. જિલ્લામાં મતગણતરી અધિકારીઓની તાલીમ માટે 9 માર્ચ 2022ના રોજ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે મંડી સ્થિત અલગ ફૂડ વેરહાઉસમાં સ્ટોરેજમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો યુપી કોલેજમાં તાલીમ સ્થળ પર લાવવામાં આવી રહ્યા હતા, જ્યાં 10 માર્ચે મતગણતરી ફરજમાં રોકાયેલા કર્મચારીઓની બીજી તાલીમ યોજાવાની છે અને આ મશીન હેન્ડ-ઓન તાલીમ માટે આ મશીનો હંમેશા તાલીમ માટે ઉપયોગમાં લેવાય છે.