ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણી આયોગએ LJPનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું

ચૂંટણી આયોગએ LJPનું ચૂંટણી ચિહ્ન(ljp symbol) બંગલાને ફ્રીઝ કરી દીધું હતું. કાકા પશુપતિ પારસ સાથે ચિરાગ પાસવાન વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે ચૂંટણી આયોગએ આ કાર્યવાહી કરી છે.

By

Published : Oct 2, 2021, 5:51 PM IST

ચૂંટણી આયોગએ LJPનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું
ચૂંટણી આયોગએ LJPનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું

  • ચૂંટણી ચિહ્ન કરાયું ફ્રીઝ
  • પશુપતિ પારસ અને ચિરાગ પાસવાન વચ્ચેના વિવાદના કારણે લેવાયો નિર્ણય .
  • અન્ય ચિન્હો સાથે લડી શકશે ચૂંટણી

નવી દિલ્હી : લોકજન શક્તિ પાર્ટીમાં કાકા પશુપતિ પારસ અને ભત્રીજા ચિરાગ પાસવાન વચ્ચે ચાલતી નેતૃત્વ જંગ વચ્ચે અંગે ચૂંટણી આયોગે મહત્વનો નિર્ણય લીધો છે. શનિવારે કેન્દ્રીય ચૂંટણી આયોગે લોક જનશક્તિ પાર્ટીના ચૂંટણી ચિહ્ન(ljp symbol)ને ફ્રીજ કરવાનો નિર્ણય લીઝો છે. હવે આ કાર્યવાહી પછી પશુપતિ કુમાર પારસ અને ચિરાગ બંને આ ચિહ્નનો ઉપયોગ નહીં કરી શકે.

અન્ય ચિહ્નોનો કરી શકશે ઉપયોગ

ચૂંટણી આયોગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં બે વિધાનસભાની બેઠક પર યોજાનારી ચૂંટણી માટે બંને પક્ષ પોતાના ઉમેદવારોને મેદાન પર ઉતારવા માટે અન્ય ચિહ્નનો ઉપયોગ કરી શકશે. લોક જનશક્તિ પાર્ટીના પૂર્વ સુપ્રીમો રામવિલાસ પાસવાનના નિધન પછી પાર્ટીમાં બે ફાડા પડી ગયા હતાં. રામવિલાસ પાસવાનના ભાઇ અને દિકરા વચ્ચે પક્ષના અધ્યક્ષ બનવા માટે વિવાદ સર્જાયો હતો.

ABOUT THE AUTHOR

...view details