નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona In India)ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે (Election commission of India) ચૂંટણીલક્ષી રાજ્યોમાં રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી(Assembly Election 2022)ની તારીખોની જાહેરાત કરતા ચૂંટણી પંચે આ રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ અને રોડ શો (Election rallies and road shows) પર પ્રતિબંધ મૂક્યો હતો, જેની મુદત આજે સમાપ્ત થઈ રહી હતી.
મહત્તમ 300 વ્યક્તિઓ સાથે ઇન્ડોર બેઠકો કરવાની મંજૂરી
આ સાથે ચૂંટણી પંચે રાજકીય પક્ષોને મહત્તમ 300 વ્યક્તિઓ અથવા હોલની ક્ષમતાના 50 ટકાની ક્ષમતા સાથે ઇન્ડોર બેઠકો કરવાની મંજૂરી (Guidelines for political parties by election commission)આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, તે 22 જાન્યુઆરી પહેલા ચૂંટણી રાજ્યોમાં કોરોના રોગચાળાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનાં પગલાં લેશે.