ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણી પંચે મમતા બેનર્જી પછી રાહુલ સિન્હાના પ્રચાર પર પ્રતિબંધ મુક્યો - Rahul sinha

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર 24 કલાકનો પ્રતિબંધ લાગાવ્યા પછી ચૂંટણી પંચે ભાજપના નેતા રાહુલ સિન્હા પર 48 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે. રાહુલ સિન્હા આગામી 48 કલાક સુધી પ્રચાર કરી શકશે નહિ.

રાહુલ સિન્હા
રાહુલ સિન્હા

By

Published : Apr 13, 2021, 2:03 PM IST

  • પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાની ચૂંટણી યોજાવાની
  • મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર 24 કલાકનો પ્રતિબંધ
  • રાહુલ સિન્હા પર 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. આ માટે ચૂંટણી પ્રચાર ચાલુ છે. આ બધાની વચ્ચે ચૂંટણી પંચ નેતાઓના વિવાદિત નિવેદનો અંગે કડક બન્યું છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર 24 કલાકના પ્રતિબંધ પછી ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીના નેતા રાહુલ સિન્હા પર 48 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ બપોરે 12થી 15 એપ્રિલ બપોર સુધી લાગુ રહેશે. આયોગ કૂચ બિહાર હિંસા અંગે સિન્હાની ટિપ્પણી પછી પંચે આ પ્રતિબંધ લગાવ્યો છે.

છેતરપિંડીના પ્રયાસોને રોકવા માટે ચારથી વધુ લોકોને ગોળી મારી શકે

ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ સિન્હાએ સોમવારે કહ્યું હતું કે, જો કેન્દ્રીય બળોને ઉચિત લાગશે તો તેઓ જિલ્લામાં ચૂંટણીઓમાં છેતરપિંડીના પ્રયાસોને રોકવા માટે ચારથી વધુ લોકોને ગોળી મારી શકે અને તેમની હત્યા કરી શકે છે.

આ પણ વાંચો : મમતા બેનર્જીએ નામ લીધા વગર લગાવ્યા ભાજપ પર ગંભીર આરોપ

મતદાન મથકો પર ભાજપના નિર્દોષ સમર્થકો પર ગોળીબાર કરી રહ્યા

ઉત્તર 24 પરગનાના હાબડામાં સિન્હાએ પત્રકારોને જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ જે બદમાશોને આશરો આપ્યો છે. તે મતદાન મથકો પર ભાજપના નિર્દોષ સમર્થકો પર ગોળીબાર કરી રહ્યા છે. તેમના ગુંડાઓ સામાન્ય લોકો પાસેથી મતાધિકાર છીનવી રહ્યા છે. કેન્દ્રીય દળોએ આ બદમાશો પર ગોળીબાર કરીને યોગ્ય કામ કર્યું છે.

સિન્હાના નિવેદનને વિવિધ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રતિસાદ મળ્યો

સિન્હાએ વધુમાં કહ્યું કે, જો કેન્દ્રીય બળોને ચૂંટણીમાં છેતરપિંડી અટકાવવાના પ્રયત્નોમાં તે જરૂરી લાગ્યું હોત તો તેઓ ચાર કરતા વધુને ગોળી મારી શકે. કદાચ તેઓ સાત કે આઠ લોકોને ગોળી મારીને અને મારી શકતા હતા. સિન્હાના આ નિવેદનને વિવિધ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.

આ પણ વાંચો : ચૂંટણી પહેલા મમતાનું ડાબેરી તરફ બદલતું વલણ કે રાજનૈતિક ચાલ

કેન્દ્રીય દળો દ્વારા આઠ લોકોની હત્યા કરવામાં આવી શકે

તૃણમૂલના વડા મમતા બેનર્જીએ સિન્હાનું નામ લીધા વિના જાહેર સભામાં કહ્યું હતું કે, ભાજપના એક નેતાએ કહ્યું છે કે, શનિવારે કેન્દ્રીય દળો દ્વારા આઠ લોકોની હત્યા કરવામાં આવી શકે છે. હું આ નિવેદનની નિંદા કરું છું. આવા નેતાઓ પર રાજકીય પ્રતિબંધો લાદવા જોઈએ.

ચૂંટણી પંચે બેજવાબદાર ટિપ્પણીઓ કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવી જોઇએ

ચૂંટણી પંચને ઘોષ અને સિન્હાની ટિપ્પણી પર ધ્યાન આપવાની વિનંતી કરતી વખતે યાદવપુરના માકપાના ઉમેદવાર સુજાન ચક્રવર્તીએ કહ્યું હતું કે, આ ટિપ્પણીઓ ભાજપના ફાશીવાદી પ્રવૃતિને દર્શાવે છે. ચૂંટણી પંચે આ પ્રકારના બેજવાબદાર ટિપ્પણીઓ કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવી જોઇએ.

ABOUT THE AUTHOR

...view details