- ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ કરે છે આરામ
- વાર્ષિક પ્રલયનો સમય એટલે ચાતુર્માસ
- ભગવાન પોતાના વિવિધ અવતારોને સોંપે છે કાર્યભાર
ન્યૂઝ ડેસ્ક: આજથી (20 જુલાઈ) એટલે કે, અષાઢ મહિનાની અગિયારસથી ચાતુર્માસની શરૂઆત થઈ રહી છે. હિન્દુ ધર્મ અનુસાર આ ચાર મહિનાઓનું મોટું ધાર્મિક મહત્વ રહેલું છે. આ ચાતુર્માસ દરમિયાન લોકો પુજા-પાઠ અને તપસ્યામાં પોતાનું મન પરોવે છે. ઋષિ-મુનિઓ પણ આ ચાર માસ દરમિયાન યાત્રાઓ છોડી વિરામ કરે છે અને જપ-તપ કરીને પોતાનો દિવસ પસાર કરે છે.
આ પણ વાંચો: આજે દેવપોઢી અગિયારસ તથા ચતુર્માસનો પ્રારંભ, જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
ચાતુર્માસમાં દરમિયાન પૃથ્વી પર થાય છે વાર્ષિક પ્રલય
એક પૌરાણિક માન્યતા અનુસાર આ ચાર માસ દરમિયાન ભગવાન જ્યારે નિંદ્રાધિન હોય છે ત્યારે પૃથ્વી પર પૂર આવે છે અને સમગ્ર પૃથ્વી પાણીમાં ગરકાવ થઈ જાય છે. જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમય વાર્ષિક પ્રલયનો સમય છે. આ સમય દરમિયાન પૃથ્વી પોતાનું નવસર્જન કરે છે. આ સમયગાળામાં સૂર્ય દક્ષિણ દિશા તરફ કર્ક રાશીમાં પ્રવેશ કરે છે. કર્ક રાશીનું ચિન્હ 'કરચલો' છે. માન્યતા અનુસાર આ કરચલો સૂર્યનો પ્રકાશ ધીરે-ધીરે ખાવાનો પ્રયત્ન કરે છે માટે ચાતુર્માસ દરમિયાન દિવસો નાના થઈ જાય છે.