ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રિય શિક્ષા પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક કોરોના સંક્રમિત - Ramesh Pokhariyal Tested COVID positive

કેન્દ્રિય શિક્ષા પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની માહિતી તેમણે ટ્વિટ કરીને આપી હતી.

કેન્દ્રિય શિક્ષા પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક કોરોના સંક્રમિત
કેન્દ્રિય શિક્ષા પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક કોરોના સંક્રમિત

By

Published : Apr 21, 2021, 5:36 PM IST

  • કોરોનાના કહેરથી દેશમાં વકરતી પરિસ્થિતિ
  • કેન્દ્રિય શિક્ષા પ્રધાન નિશંક થયા કોરોના સંક્રમિત
  • ટ્વિટરના માધ્યમથી લોકોને આપી માહિતી

નવી દિલ્હી: એક તરફ દેશમાં કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે. બીજી બાજુ વેક્સિનેશન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે બુધવારે કેન્દ્રિય શિક્ષા પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે તેમણે ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી હતી.

રમેશ પોખરિયાલ દ્વારા કરાયેલું ટ્વિટ

સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવવા કર્યો અનુરોધ

61 વર્ષીય શિક્ષા પ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, રિપોર્ટ આવ્યા બાદ તેઓ તબીબોની સલાહ અનુસાર સારવાર શરૂ કરવામાં આવી છે અને જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય, તેઓ ધ્યાન રાખે અને પોતાની તપાસ પણ કરાવે.

ABOUT THE AUTHOR

...view details