મુંબઈઃ મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકના ભાઈ કેપ્ટન મલિક (Nawab malik brother captain malik)ને EDએ સમન્સ પાઠવ્યું છે. EDએ કેપ્ટન મલિકને શુક્રવારે હાજર થવા જણાવ્યું છે. આ પહેલા બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે NCP નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન મોહમ્મદ નવાબ મોહમ્મદ ઈસ્લામ મલિક ઉર્ફે નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.
નવાબ મલિકના ઘરે પહોંચી EDની ટીમ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDની ટીમ બુધવારે સવારે NCP નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકના ઘરે પહોંચી અને તેમને તેમની સાથે ED ઓફિસ લઈ ગઈ. બાદમાં તેની ધરપકડ (ED arrest nawab malik) કરવામાં આવી હતી.