- મમતા બેનર્જીના ભત્રીજા પર કોલસા કૌભાંડ મામલે ED ની નજર
- અભિષેક બેનર્જી સાથે તેમની પત્નીને પણ ED દ્વારા સમન્સ પાઠવાયું
- PMLA ની ફોજદારી કલમો હેઠળ કેસ નોંધાયો
નવી દિલ્હી: ED(Enforcement Directorate) એ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી અને તેમની પત્નીને સમન્સ પાઠવ્યું છે. આ બાબતની અધિકારીઓએ શનિવારે માહિતી આપી હતી. અભિષેક બેનર્જી લોકસભામાં ડાયમંડ હાર્બર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહામંત્રી પણ છે.
આ પણ વાંચો:અમદાવાદના જાણીતા બિલ્ડરને ત્યાં EDના દરોડા, લોનનું મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા
અધિકારી સમક્ષ હાજર થવા સમન્સ
તેમને 6 સપ્ટેમ્બરે આ કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થવા સમન્સ આપવામાં આવ્યું છે, જ્યારે તેમની પત્ની રૂજીરાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આવો જ સમન્સ પાઠવવામાં આવ્યો છે, જેમાં તેમને 1 સપ્ટેમ્બરે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.