રાંચીઃ મુખ્યમંત્રી હેમંત સોરેનને ઈડી દ્વારા ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં જ આ બીજીવાર ઈડીએ સોરેને સમન્સ પાઠવ્યું છે. સુત્રો અનુસાર 24 ઓગસ્ટે સોરેને પુછપરછ માટે હાજર રહેવું પડશે. ભાજપ સાંસદે આ મુદ્દે ટ્વિટ કરીને કટાક્ષ પણ કર્યો છે.
24 તારીખે મુખ્યમંત્રીને બોલાવ્યાઃ જમીન કૌભાંડમાં પુછપરછ માટે 14મી ઓગસ્ટે ઈડીની ઓફિસમા હાજર રહેવા નોટિસ મોકલવામાં આવી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી દ્વારા ઈડીને એક પત્ર લખીને ઈડીની ઓફિસે હાજર ન રહેવા માટે જણાવાયું હતું.ત્યારથી જ ઈડી કાયદાકીય સલાહ લઈને મુખ્યમંત્રીને બીજુ સમન્સ મોકલશે તેવી સંભાવનાઓ સેવાતી હતી. અને એવું જ બન્યુ ઈડીએ 24 ઓગસ્ટે મુખ્યમંત્રીને હાજર રહેવા સમન્સ પાઠવી દીધું છે.
રાજાને ચા પીવા બોલાવાયાઃ ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ શનિવાર સવારે કરેલુ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં તેમણે રાજાને ઈડી દ્વારા બીજીવાર ચા પીવા બોલાવાયા છે તેવું લખ્યું છે. આ ટ્વિટ હેમંત સોરેનના સંદર્ભમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મુખ્યમંત્રીએ અગાઉ લખ્યો હતો પત્રઃ રાંચી જમીન કૌભાંડમાં ઈડીએ પહેલા પાઠવેલા સમન્સમાં 14 ઓગેસ્ટે હેમંત સોરેન હાજર થયા નહતા. મુખ્યમંત્રીએ ઈડીની રાંચીની ઝોનલ ઓફિસને એક પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં કાયદાની મદદ લેવાની વાત લખી હતી. આ પત્ર રાજકારણના દિગ્ગજોના માર્ગદર્શન હેઠળ લખાયાની ચર્ચા હતી. બીજી ચર્ચા એ પણ છે કે ઈડી જેવી એજન્સીઓનો ઉપયોગ પોલિટિકલ ટૂલ તરીકે કરવામાં આવી રહ્યો છે.
- ઝારખંડ: હેમંત સોરેન 27 ડિસેમ્બરે મોરહાબાદી મેદાનમાં લેશે શપથ
- Arvind Kejriwal: હેમંત સોરેન રાંચીમાં અરવિંદ કેજરીવાલને મળશે, રાજકીય સમીકરણ બંધાવવાની શક્યતા