આંધ્રપ્રદેશ :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (Enforcement Directorate) આંધ્રપ્રદેશમાં સુરેન્દ્રનગરના કલેક્ટર કંકિપતિ રાજેશ અને ગુજરાત સ્થિત બિઝનેસમેન રફીક સામે ગેરકાયદેસર સંપત્તિના કેસમાં સ્થાવર મિલકતો, બેંક બેલેન્સ અને રૂપિયા 1.55 કરોડની ફિક્સ ડિપોઝિટ જપ્ત (ED seizes illegal assets of Telugu IAS officer in Gujarat) કરી છે. બંને આરોપીઓ ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર સંપત્તિના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
EDએ ગુજરાતમાં IAS અધિકારીની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરી છે
EDએ (Enforcement Directorate) આંધ્રપ્રદેશના સુરેન્દ્રનગરના કલેક્ટર અને એક વેપારીની ગુજરાતમાં ગેરકાયદેસર સંપત્તિ જપ્ત (ED seizes illegal assets of Telugu IAS officer in Gujarat) કરી છે. આરોપીઓની સ્થાવર મિલકતો, બેંક બેલેન્સ અને 1.55 કરોડની ફિક્સ ડિપોઝીટ જપ્ત કરવામાં આવી છે.
EDએ ગુજરાતમાં IAS અધિકારીની ગેરકાયદેસર સંપત્તિ કરી જપ્ત :કંકિપતિ રાજેશ અને રફીકની સુરતમાં સ્થાવર મિલકતો, બેંક બેલેન્સ અને રૂપિયા 1.55 કરોડની ફિક્સ ડિપોઝીટ જપ્ત કરવામાં આવી છે. પૂર્વ ગોદાવરી જિલ્લાના રાજમહેન્દ્રવરમના રહેવાસી રાજેશની 2011માં IAS માટે પસંદગી થઈ હતી. ગુજરાતમાં સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની ફરિયાદો ઉઠી હતી.
EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો :ગુજરાત સરકારે આ વર્ષે મે મહિનામાં તેમની સામે CBI તપાસનો આદેશ આપ્યો હતો. CBIને આ સમગ્ર મામલામાં જાણવા મળ્યું હતું કે, તેણે સુરતના ઉદ્યોગપતિ રફીક સાથે કરોડોની સંપત્તિ મેળવી હતી. EDએ મની લોન્ડરિંગનો કેસ (Money Laundering Case) નોંધ્યો હતો અને 6 ઓગસ્ટે રાજેશની ધરપકડ કરી હતી. તાજેતરમાં રાજેશ અને રફીકની મિલકતો જપ્ત કરવામાં આવી છે.
TAGGED:
Enforcement Directorate