ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ કુન્દ્રાની મુશ્કેલી વધી, હવે EDએ કર્યો નવો કેસ - પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા સામે મની લોન્ડરિંગનો કેસ

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી નથી (ED registered money laundering case) થઈ રહી. હવે EDએ તેની સામે મની લોન્ડરિંગનો કેસ (pornography case Raj Kundra) નોંધ્યો છે.

રાજ કુન્દ્રાની મુશ્કેલી વધી, હવે EDએ કર્યો નવો કેસ
રાજ કુન્દ્રાની મુશ્કેલી વધી, હવે EDએ કર્યો નવો કેસ

By

Published : May 19, 2022, 9:28 AM IST

મુંબઈ:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પોર્નોગ્રાફી કેસમાં બિઝનેસમેન રાજ કુન્દ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો (ED registered money laundering case) છે. મુંબઈ પોલીસે તેની સામે 2021માં કેસ પણ નોંધ્યો હતો. ED કુન્દ્રા અને વિદેશમાં રહેતા અન્ય આરોપીઓના નાણાકીય વ્યવહારોની (pornography case Raj Kundra) તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:મૌની રોયે મેટાલિક ફ્યુઝન સાડીમાં નિખાલસતા દેખાડી, ચાહકોએ કહ્યું "તે ગોલ્ડન ગર્લ છે"

અશ્લીલ ફિલ્મોનું નિર્માણ અને વિતરણ: ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ બાદ ગયા અઠવાડિયે કેસ નોંધવામાં આવ્યો હતો. ED થોડા દિવસો પછી કેસ સાથે જોડાયેલા લોકોને સમન્સ મોકલવાનું શરૂ કરશે. અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં 11 અન્ય લોકો સાથે 19 જુલાઈએ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. કુન્દ્રા સામે 'હોટશોટ' મોબાઈલ એપનો ઉપયોગ કરીને અશ્લીલ ફિલ્મોનું નિર્માણ અને વિતરણ કરવાના આરોપો મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં દીપિકા પાદુકોણ સહિત અનેક અભિનેત્રી ઝૂમી, 'ઘૂમર' ગીત પર

કુન્દ્રાએ તમામ આરોપોને નકારી કાઢ્યા: મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સપ્ટેમ્બરમાં બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા સામે અશ્લીલ સામગ્રી પીરસવા બદલ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. કુન્દ્રાએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details