- ઉદ્યોગપતિ નવનીત કાલરા સામે મની લોન્ડરિંગનો કેસ
- ઓક્સિજન કંસન્ટ્રેટર કાળા બજારી કેસમાં ધરપકડ
- કાલરા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હવે ઓક્સિજન કંસન્ટ્રેટર કાળા બજારી કેસમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ નવનીત કાલરા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. દિલ્હી પોલીસ દ્વારા રવિવારે કંસન્ટ્રેટરના કાળા બજારમાં નવનીત કાલરાની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે હાલ કાલરાને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર આપ્યો છે.
400થી વધુ કંસન્ટ્રેટર કરાયા કબ્જે
EDમાં કેસ નોંધાયા બાદ અને તપાસ શરૂ થયા બાદ કાલરાની મુશ્કેલીઓમાં વધારો થવાની તૈયારી છે. ED હવે કાલરાના વ્યવસાય સાથે સંબંધિત ભૂતકાળના તમામ શંકાસ્પદ વ્યવહારોની તપાસ કરશે. 5મેના રોજ દિલ્હી પોલીસ દ્વારા એક સેન્ટ્રલ રેસ્ટોરન્ટ અને કાલરા સાથે સંકળાયેલા કેટલાક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને 400થી વધુ કંસન્ટ્રેટર કબ્જે કરવામાં આવ્યા હતા. નવનીત કાલરાને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. કોર્ટે કાલરાના પાંચ દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી હતી.
હાઈકોર્ટ તરફથી કોઈ રાહત નથી