ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંજય રાઉતની EDએ ધરપકડ કરી, 1034 કરોડનું કૌભાંડ - ED Maharashtra Mumbai

શિવસેના સાંસદ સંજય રાઉતની જમીન કૌભાંડ (Patra Chawl land scam case) મામલે ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ EDની ટીમે સંજય રાઉતના ઘરે સર્ચ (ED raids Sanjay Raut's residence) કરીને એમની સામે પગલાં લીધા હતા. રવિવારે સવારથી EDની ટીમ સંજય રાઉતના ઘર "મૈત્રી" માં પહોંચી ગઈ હતી. સતત 9 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. એ પછી એની ધરપકડ કરવામાં આવી હતી.

સંજય રાઉતની EDએ ધરપકડ કરી, 1034 કરોડનું કૌભાંડ
સંજય રાઉતની EDએ ધરપકડ કરી, 1034 કરોડનું કૌભાંડ

By

Published : Jul 31, 2022, 4:39 PM IST

મુંબઈઃશિવસેનાના સાંસદ સંજય રાઉતને EDએ કસ્ટડીમાં લીધા છે. ED પાત્રા ચાલ કૌભાંડમાં તપાસ કરી રહી છે. EDએ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની (ED raids Sanjay Raut's residence) અટકાયત કરી છે. રૂપિયા 1034 કરોડના પાત્રા ચાલ કૌભાંડ (Patra Chawl land scam case) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉત વિરુદ્ધ (Sanjay Raut Exposed) તપાસ ચાલી રહી છે. EDએ તેમને અનેક વખત સમન્સ પાઠવ્યા હતા. પરંતુ એક યા બીજા કારણોસર રાઉત ED સમક્ષ હાજર થયા ન હતા. અગાઉ, તેમણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચાલી રહેલા ઝુંબેશને ટાંકીને તેમની હાજરી માટે ED પાસે વધુ સમય માંગ્યો હતો. આ કેસમાં સંજય રાઉત મુખ્ય આરોપી હોવાની આશંકા વ્યક્ત થઈ છે.

આ પણ વાંચોઃ NIAએ ISIS સાથે જોડાયેલા 6 રાજ્યોમાં 13 જગ્યાએ પાડ્યા દરોડા, ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા

અગાઉ પણ તેડું હતુંઃઅગાઉ તારીખ 27 જુલાઈના રોજ, EDએ આ કેસમાં રાઉતને સમન્સ પાઠવ્યું હતું અને તેમને પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું, પરંતુ રાઉત હાજર થયા ન હતા. હાજરીમાંથી મુક્તિ માંગી હતી. પરંતુ તે પછી EDએ તેને સ્વીકાર્યું ન હતું. જો કે તારીખ 1 જુલાઈના રોજ EDએ સંજયની 10 કલાક પૂછપરછ કરી હતી. ભાજપના ધારાસભ્ય રામ કદમે એક વીડિયો જાહેર કર્યો છે. તેણે તેમાં કહ્યું હતું કે જો શિવસેનાના નેતાએ કોઈ પૈસાની હેરાફેરી કરી નથી, તો ત્રણ દિવસ પહેલા જ્યારે EDના અધિકારીઓએ તેમને તપાસ માટે બોલાવ્યા હતા, તો તેઓ કેમ ન ગયા? અધિકારીઓના પ્રશ્નો ટાળવાનું કારણ શું? તેમની પાસે સવાર, બપોર અને સાંજે પ્રેસ કોન્ફરન્સ કરવાનો સમય છે, પરંતુ તેમની પાસે ED અધિકારીઓના પ્રશ્નોના જવાબ આપવાનો સમય નથી.

શું છે પાત્રા ચાલ કૌભાંડઃED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને પાત્રા ચાલના પુનઃવિકાસનું કામ સોંપવામાં આવ્યું હતું. આ કામ તેમને મ્હાડા દ્વારા સોંપવામાં આવ્યું હતું. આ અંતર્ગત મુંબઈના ગોરેગાંવમાં 47 એકર જમીન પર પાત્રા ચાલમાં 672 ભાડૂતોના મકાનો રિડેવલપ કરવાના હતા. એવો આરોપ છે કે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મ્હાડાને ગેરમાર્ગે દોર્યું, ફ્લેટ બનાવ્યા વિના આ જમીન નવ બિલ્ડરોને રૂ. 901.79 કરોડમાં વેચી દીધા. બાદમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મીડોઝ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો અને ઘર ખરીદનારાઓ પાસેથી ફ્લેટ માટે રૂપિયા 138 કરોડ એકત્ર કર્યા. ED અનુસાર, તપાસમાં બહાર આવ્યું કે બાંધકામ કંપનીએ ગેરકાયદેસર રીતે રૂપિયા 1,034.79 કરોડથી વધુની કમાણી કરી હતી.

આ પણ વાંચોઃ ભારતીય ડેરી એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયાં આ મહાનુભાવ

100 કરોડનો મામલોઃબાદમાં તેણે આ રકમ ગેરકાયદેસર રીતે તેના સહયોગીઓને ટ્રાન્સફર કરી હતી. ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) ની સિસ્ટર કંપની છે. તપાસમાં સામે આવ્યું છે કે HDILએ પ્રવીણ રાઉતના ખાતામાં લગભગ 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. 2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં 83 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details