કોલકાતા:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (Enforcement Directorate) ટીમોએ શનિવારે કોલકાતામાં 6 સ્થળોએ દરોડા (ED raids businessman house in Kolkata) પાડીને શહેરના એક વેપારી પાસેથી રૂપિયા 7 કરોડની રોકડ જપ્ત (seizes Rs 7 crore) કરી હતી. જોકે રૂપિયા 500 અને રૂપિયા 2,000ની નોટોની ગણતરીની પ્રક્રિયા હજુ પૂર્ણ થવાની બાકી છે. એવું કહેવાય છે કે, EDની પ્રથમ ટીમ પાર્ક સ્ટ્રીટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ 34 મેકલિયોડ સ્ટ્રીટમાં બહુમાળી હાઉસિંગ કોમ્પ્લેક્સમાં વકીલના ઘરે પહોંચી હતી. અન્ય એક ટીમે ગાર્ડન રીચમાં શાહી સ્ટેબલ્સ લેનમાં વેપારી નિસાર અલીના ઘરે દરોડો પાડ્યો હતો. ત્યાંથી EDના અધિકારીઓને એક મોટું ટ્રંક મળ્યું, જ્યાં 500 અને 2000 રૂપિયાની મોટી નોટો સુરક્ષિત રાખવામાં આવી હતી.
કોલકાતામાં બિઝનેસમેનના ઘરે EDના દરોડા, 7 કરોડ રૂપિયા કર્યા જપ્ત - 7 કરોડ જપ્ત કર્યા છે
EDએ કોલકાતામાં 6 સ્થળોએ દરોડા (ED raids businessman house in Kolkata) પાડ્યા હતા. આમાં એક વેપારી પાસેથી 7 કરોડ રૂપિયા (seizes Rs 7 crore) જપ્ત કર્યા છે. હાલમાં નોટોની ગણતરી ચાલી રહી છે. (ED Raid In Kolkata)
કોલકાતામાં EDના દરોડો :ED અધિકારીઓએ તાત્કાલિક સ્થાનિક શાખાને કરન્સી કાઉન્ટિંગ મશીનો સાથે કર્મચારીઓની પ્રતિનિયુક્તિ વિશે જાણ કરી હતી. EDના સૂત્રોએ જણાવ્યું કે ખાન આટલી મોટી રોકડના સ્ત્રોતનો ખુલાસો કરી શકે તેમ નથી. તપાસમાં ખુલાસો થયો છે કે તે સત્તાવાર રીતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો હતો, પરંતુ વાસ્તવમાં તે અનેક નાણાકીય રેકેટમાં સામેલ હતો. EDના અધિકારીઓ તેના નાના પુત્ર અમીરની પણ પૂછપરછ કરી રહ્યા છે. દરમિયાન, ED અધિકારીઓની ત્રીજી ટીમ મયુરભંજ રોડ પર કાપડના વેપારીના ઘરે એક સાથે દરોડા અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
ચેટર્જી અને મુખર્જી બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે :બે મહિનાથી ઓછા સમયમાં કોલકાતામાંથી ED દ્વારા આ ત્રીજી મોટી રોકડ વસૂલાત છે. જુલાઈના અંતમાં, પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગની ભરતીમાં ગેરરીતિઓ કૌભાંડની તપાસ કરી રહેલા ED અધિકારીઓએ પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટરજીના નજીકના સાથી અર્પિતા મુખર્જીના બે નિવાસોમાંથી આશરે રૂપિયા 50 કરોડની વસૂલાત કરી હતી. હાલમાં ચેટર્જી અને મુખર્જી બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.