કોલકાતાઃ પશ્ચિમ બંગાળની મમતા સરકારના એક કેબિનેટ પ્રધાન રથિન ઘોષના ઘર સહિત 13 સ્થળો પર EDએ રેડ કી છે. EDએ આ રેડ નગર પાલિકા ભરતી કૌભાંડ સંદર્ભે પાડી છે. રથિન ઘોષ મમતા સરકારમાં ફૂડ મિનિસ્ટર છે. તેઓ મધ્યમગ્રામ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રથિન ઘોષ નગર પાલિકાના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
નગર પાલિકા ભરતી કૌભાંડઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ ED કરી રહ્યું હતું. આ સમયે EDને કેટલાક પુરાવા નગર પાલિકામાં ભરતી કૌભાંડના મળી આવ્યા હતા. જેમાં EDને જાણવા મળ્યું કે નગર પાલિકા ભરતીમાં બહુ મોટો ગોટાળો કરવામાં આવ્યો છે. ED અનુસાર પૈસાના બદલે પોસ્ટિંગ કરવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા છે. આ કૌભાંડની તપાસ માટે કોલકાતા હાઈ કોર્ટે CBIને આદેશ પણ કર્યા છે. જ્યારે રાજ્ય સરકારે હાઈ કોર્ટના આ આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની આ અરજી ફગાવી દીધી હતી.