ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 10:44 AM IST

ETV Bharat / bharat

Municipality recruitment scam: મમતાના વધુ એક મંત્રી પર EDની તવાઈ, સુજીત બોઝના ઘરે દરોડા

પશ્ચિમ બંગાળના વધુ એક મંત્રી પર EDએ તવાઈ બોલાવી છે. નગરપાલિકામાં ભરતી કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ પશ્ચિમ બંગાળના ફાયર મિનિસ્ટર સુજીત બોઝ સહિત અન્ય બે અગ્રણી નેતાઓના નિવાસે દરોડા પાડ્યાં છે.

Etv Bharat
Etv Bharat

કોલકાતા:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે મ્યુનિસિપલ ભરતી કૌભાંડમાં કથિત ભુમિકા હોવાની આશંકાએ પશ્ચિમ બંગાળના અગ્નિશમન મંત્રી સુજીત બોઝના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીના અધિકારીઓએ દમદમ નગર મ્યુનિસિપલ કાઉન્સિલના પૂર્વ અધ્યક્ષ સુબોધ ચક્રવર્તી અને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તાપસ રાયના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

અહેવાલો અનુસાર, EDના અધિકારીઓ બોઝના અન્ય બે ઘરોમાં પણ સઘન સર્ચ કરી રહ્યા છે. સૌ કોઈને આશ્ચર્ય થાય તે રીતે કેન્દ્રીય દળોની ટીમોએ ત્રણેય નેતાઓના નિવાસોને ઘેરી લીધા છે. ED અને CBI બંને કોલકત્તા હાઈકોર્ટના આદેશ પર નાગરિક સંસ્થા દ્વારા કરવામાં આવેલી ભરતીમાં અનિયમિતતાની તપાસ કરી રહી છે. સીબીઆઈએ 7 જૂને સોલ્ટ લેક મ્યુનિસિપાલિટીના 16 સ્થળો પર દરોડા પાડ્યા હતા દરમિયાન 4 પરગણા જિલ્લાના નાદિયા, હુગલીની કેટલીક નાગરિક સંસ્થાઓ પાસેથી દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં સીબીઆઈ તપાસને પડકારતી પશ્ચિમ બંગાળ સરકારની અરજીને ફગાવી દીધી હતી. 5 ઓક્ટોબરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ જગ્યાઓમાં ભરતી કેસના સંબંધમાં ખાદ્ય અને પુરવઠા મંત્રી રથિન ઘોષનું ઘર પણ સામેલ છે.

  1. Atal Setu: દેશનો સૌથી મોટો સમુદ્રી બ્રીજ બનીને તૈયાર, આજે PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણી લો બ્રીજની ખાસીયત
  2. Mehbooba Mufti : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનો માર્ગ અકસ્માતમાં થયો આબાદ બચાવ

ABOUT THE AUTHOR

...view details