નવી દિલ્હી: દિલ્હીની ઓખલા વિધાનસભા વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમનાતુલ્લાહ ખાનના ઘરે ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની ટીમ પહોંચી. જણાવાઈ રહ્યું છે કે, મની લોન્ડ્રિંગ મામલામાં ઈડીની ટીમ અમાનતુલ્લાહ ખાનના ઘરે પહોંચી. ઈડીની આ રેડ એન્ટી કરપ્શનમાં દાખલ થયેલી એફઆઈઆરના પગલે થઈ રહી છે. દિલ્હી વક્ફ બોર્ડ મામલામાં પહેલેથી જ સીબીઆઈ તપાસ કરી રહી છે.
અમાનતુલ્લાહ ખાન પર આરોપ:મહત્વપૂર્ણ છે કે, વક્ફ બોર્ડમાં થયેલી ગરબડને લઈને સીબીઆઈ અને એન્ટી કરપ્શન બ્યૂરોએ અલગ-અલગ એફઆઈઆર દાખલ કરી હતી. અમાનતુલ્લાહને ગતચ વર્ષે આજ કેસમાં એસીબીએ ધરપકડ કરી હતી. તેના નજીકના લોકોના ઠેકાણાઓ પર પણ તપાસ કરવામાં આવી હતી દરમિયાન કેટલીક મની ટ્રાન્ઝેક્શનની ડિટેઈલ અને ડાયરી મળી હતી. આરોપ છે કે, આ ડાયરીમાં હવાલાથી લેવડ-દેવડનો હિસાબ લખ્યો હતો. વિદેશ માંથી પણ હવાલા મારફતે ટ્રાન્ઝેક્શન કરવાનો ઉલ્લેખ હતો. ત્યાર બાદ તમામ જાણકારી એન્ટી કરપ્શને ઈડીને જણાવી.
સંજય સિંહ પર તવાઈ: કેટલાંક દિવસ પહેલાં ઈડીની ટીમે આપ સાંસદ સંજય સિંહના નિવાસે પણ દરોડા પાડ્યા હતાં. દિલ્હી લિકર કૌભાંડ મામલે સંજય સિંહના ઘરે 4 ઓક્ટોબરના રોજ દરોડા પાડવામાં આવ્યાં હતાં. ઈડીની ટીમે આશરે 8 કલાક સુધી તપાસ કરી હતી. સંજય સિંહને દિનેશ અરોડા નામના એક શખ્સે ફસાવ્યા.
EDનો આરોપ: સાંસદ સંજય સિંહ પર EDનો આરોપ છે કે, તેમના કહેવાલ પર લિકરના વેપારી દિનેશ અરોડાએ દિલ્હીમાં આગામી ચૂંટણી માટે પાર્ટી ફંડ એકત્રિત કરવા માટે ઘણા રેસ્ટોરા માલિકો સાથે વાત કરી હતી. એક આરોપ એ પણ છે કે, સિંહે અરોડાનો એક મુદ્દો ઉકેલ્યો હતો. જે આબકારી વિભાગ પાસે હતો, સિંહ આપના સૌથી ટોચના નેતા માંથી એક છે. જેની EDએ ધરપકડ કરી છે. આ અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી આ મામલે જેલમાં બંધ છે.
આ પણ વાંચો
- Delhi high court Newsclick: ન્યૂઝક્લિકનાં સંસ્થાપક અને HR વડાની પોલીસ રિમાન્ડ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી, કોર્ટે ચુકાદો રાખ્યો અનામત
- Raghav Chadha: AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ફટકો, કોર્ટનો સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ