જયપુરઃ રાજસ્થાન સરકારે દરેક ઘરે નળથી પાણી પહોંચાડવા માટે મહત્વનું અભિયાન જલ જીવન મિશન શરૂ કર્યુ હતું. આ અભિયાનમાં મોટું કૌભાંડ થવાની આશંકા છે. આ સંદર્ભે ઈડી એક્શનમોડમાં આવી ગઈ છે અને દરોડા પણ પાડવાના શરૂ કરી દીધા છે. આજ સવારે જયપુર અને અલવર સ્થિત ઈડીની ટીમે આ અભિયાન સાથે સંકળાયેલા અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની ઓફિસ ઘરે દરોડા પાડ્યા છે.
અધિકારીઓમાં હડકંપ મચ્યોઃ પબ્લિક હેલ્થ ડીપાર્ટમેન્ટ(PHED)ના કોન્ટ્રાક્ટરના જયપુર, વૈશાલીનગર, ઝોટવાડા, સિંધિ કમ્પના નિવાસ સ્થાને ઈડીએ દરોડા પાડ્યા છે. અલવરમાં અધિકારીઓના નિવાસ સ્થાને દરોડા પાડ્યા છે. હજુ શાહપુરા, વિરાટનગર અને દૂદૂમાં ઈડી દરોડા પાડવા જઈ રહી છે. ઈડીના દરોડાને પરિણામે PHEDના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં હડકંપ મચી ગયો છે.
ઈડી ગુજરાતના અધિકારીઓ પણ સામેલઃ જયપુર અને અલવરમાં જે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં ઈડીના જયપુર, દિલ્હી અને ગુજરાતના અધિકારીઓ સામેલ છે. ભૂતકાળમાં PHEDના જે અધિકારીઓ લાંચ લેતા પકડાયા હતા અને જેમના વિરૂદ્ધ એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા એકશન લેવાયા હતા આ અધિકારીઓ પર ઈડી પહેલા કાર્યવાહી કરી રહી છે. જલ જીવન મિશનમાં મોટી રકમનું કૌભાંડ બહાર આવવાની આશંકા છે.
ભાજપે કર્યા છે આક્ષેપઃ ભાજપ નેતા કિરોડીલાલ મીણાએ આ સંદર્ભે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મિશનમાં કૌભાંડનો આંકડો 900 કરોડને પાર હોવાનો આક્ષેપ થયો છે. આ કૌભાંડના છેડા ઉપરી અધિકારી સુધી પહોંચેલા છે. ઈડી આ મિશન સાથે સંકળાયેલી ફાઈલો અને દસ્તાવેજો તપાસી રહી છે. ઈડીની આ તપાસમાં ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણના મોટા માથા સંડોવાયેલા હોવાની પણ સંભાવના રહેલી છે.
- મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબના ઘરે EDના દરોડા
- ED Raid News: હિમાચલ પ્રદેશના સ્કોલરશિપ કૌભાંડ મુદ્દે ઈડી ત્રાટકી, ચાર રાજ્યોમાં એક સાથે પાડ્યા દરોડા