શિમલાઃ હિમાચલ પ્રદેશમાં વર્ષ 2013થી 2019 વચ્ચે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ કૌભાંડ સંદર્ભે ઈડી દ્વારા હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. ઈડી પાસે આ કેસ 2019માં આવ્યા હતા. સીબીઆઈને મની લોન્ડ્રિંગ થયું હોવાની આશંકા હતી. સીબીઆઈએ પણ અનેક છાપા મારીને આ કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે. ઈડીએ હવે મની લોન્ડ્રિંગ એક્ટના ભંગ બદલ દરોડા પાડ્યા છે.
ED Raid News: હિમાચલ પ્રદેશના સ્કોલરશિપ કૌભાંડ મુદ્દે ઈડી ત્રાટકી, ચાર રાજ્યોમાં એક સાથે પાડ્યા દરોડા - 250 Cr scam
વર્ષ 2017માં હિમાચલ પ્રદેશમાં બહુ મોટું સ્કોલરશિપ કૌભાંડ થયું હતું. આ કૌભાંડ સંદર્ભે ઈડી દ્વારા હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પંજાબ અને હરિયાણામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. સ્કોલરશિપ કૌભાંડમાં મનિ લોન્ડ્રિંગ મુદ્દે ઈડીને આ કેસ સોંપવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં અગાઉ 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
Published : Aug 29, 2023, 4:33 PM IST
250 કરોડનું ગબનઃ વર્ષ 2017માં જ્યારે શિક્ષણ વિભાગના એક અધિકારીને વર્ષ 2013થી 2017 દરમિયાન સ્કોલરશિપમાં કૌભાંડ થવાની આશંકા થઈ હતી. ત્યારબાદ શિક્ષણ વિભાગે પોલીસમાં એક એફઆરઆઈ દાખલ કરી હતી. પોલીસે આ તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈએ 7 મે 2019માં એફઆરઆઈ નોંધી હતી. આ સમગ્ર કૌભાંડમાં 250 કરોડ રૂપિયાનું ગબન થયું હોવાનું શંકા છે. તેમજ 13થી વધુ સંસ્થાઓમાં 2000થી વધુ ડમી સ્ટુડેન્ટ્સના નામે સ્કોલરશિપ ઈસ્યૂ થઈ છે. આ કૌભાંડમાં ડમી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ફાળવી દેવામાં આવી છે.
4 રાજ્યોમાં ઈડીની રેડઃ સીબીઆઈની તપાસ દરમિયાન 266 સંસ્થાને આવરી લેવાઈ હતી. જેમાં 28 સંસ્થાઓ આ કૌભાંડમાં સામેલ હતી. આ ખુલાસા બાદ મની લોન્ડ્રિંગ અંતર્ગત કાર્યવાહી કરવા માટે ઈડીમાં સમગ્ર મામલો મોકલાયો. હવે ઈડીએ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ એમ ચાર રાજ્યોમાં દરોડા પાડ્યા છે. સીબીઆઈની તપાસમાં મનીલોન્ડ્રિંગ થયું હોવાનું બહાર આવ્યું હતું. તેથી સીબીઆઈએ સમગ્ર મામલો ઈડીને સોંપ્યો હતો.