ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Money Laundering Case in Jacqueline : જેકલીન ફર્નાન્ડીઝ ED ઓફિસ પહોંચી, મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછ - ED summons Jacqueline Fernandez

EDએ હાલમાં જ જેકલીનને મુંબઈથી UAE જતી એરપોર્ટ પર રોકી હતી. ત્યારબાદ EDએ સોમવારે અભિનેત્રીને સમન્સ(ED summons Jacqueline Fernandez) જારી કર્યું અને જેકલીનને 8 ડિસેમ્બરે દિલ્હીમાં ED ઓફિસમાં(Money Laundering Case in Jacqueline) હાજર થવા કહ્યું હતું.

Money Laundering Case in Jacqueline : જેકલીન ફર્નાન્ડીઝ ED ઓફિસ પહોંચી, મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછ
Money Laundering Case in Jacqueline : જેકલીન ફર્નાન્ડીઝ ED ઓફિસ પહોંચી, મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછ

By

Published : Dec 8, 2021, 12:51 PM IST

  • સુકેશ ચંદ્રશેખર છેતરપિંડી કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ ઇડી ઓફિસે પહોંચી
  • જેકલીનને મુંબઈથી UAE જતી એરપોર્ટ પર રોકી
  • જેકલીન સાથે અન્ય ઘણા નામ સામેલ

હૈદરાબાદ: જેકલીન ફર્નાન્ડીઝ બુધવારે ED ઓફિસ(Money Laundering Case in Jacqueline) પહોંચી છે. EDએ સુકેશ ચંદ્રશેખર સંબંધિત કેસમાં પૂછપરછ માટે જેકલીનને દિલ્હીમાં ઓફિસ(ED summons Jacqueline Fernandez) બોલાવી છે. ED આજે ફરી જેકલીનની પૂછપરછ કરશે. EDએ જેકલીન પાસેથી 50થી વધુ પ્રશ્નોના જવાબો માંગશે, જેમાં તેણીની મીટિંગ્સ અને 200 કરોડની વસૂલાતના કિંગપીન સુકેશ ચંદશેખર સાથેના તેના સંપર્કથી તેની નિકટતાનો સમાવેશ થાય છે.

અભિનેત્રી સામે લુક આઉટ નોટિસ પણ જારી

આ પહેલા અભિનેત્રી સામે લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી. ગત શનિવારે EDએ મની લોન્ડરિંગ કેસમાં(ED issues summons jacqueline fernandez) કોર્ટમાં લગભગ સાત હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જેકલીન સાથે અન્ય ઘણા નામ સામેલ છે.

આ ઉપરાંત EDએ હાલમાં જ જેકલીનને મુંબઈથી UAE જતી મુંબઈ એરપોર્ટ પર રોકી હતી. આ પછી, EDએ સોમવારે અભિનેત્રીને સમન્સ જારી કર્યું અને તેને 8 ડિસેમ્બરે દિલ્હીમાં ED ઓફિસમાં હાજર થવા કહ્યું.

સલમાન ખાનની ફ્રેન્ચાઈઝી ટૂરમાંથી જેકલીન બહાર

તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની ફ્રેન્ચાઈઝીની(Salman Khan's franchise) દબંગ ટૂર 10 ડિસેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE)થી શરૂ થઈ રહી છે. મની લોન્ડરિંગ કેસ સાથે સંકળાયેલી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને પ્રવાસમાંથી બહાર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનની ફિલ્મ 'જય હો'ની લીડ એક્ટ્રેસ જેકલીનને બદલે ડેઝી શાહને પસંદ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જેકલીન ફર્નાન્ડીઝે મહારાષ્ટ્રના બે ગામને દત્તક લીધા

આ પણ વાંચોઃ Katrina Kaif And Vicky Kaushal Wedding: સ્થળ પર ડ્રોન ડિટેક્ટર તૈનાત, ગેસ્ટ એન્ટ્રી માટે સિક્રેટ કોડ

ABOUT THE AUTHOR

...view details