ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કથિત કોલસા કૌભાંડમાં મમતા બેનર્જીના ભત્રીજા-તેની પત્નીને પૂછપરછ માટે નવેસરથી સમન્સ પાઠવાયા

ઈડીએ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને સાંસદ અભિષેક બેનર્જની પત્નીને કથિત કોલસા કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે નવેસરથી સમન્સ (ED again summons in coal scam ) જારી કર્યા છે. EDએ દાવો કર્યો હતો કે, TMC સાંસદ આ ગેરકાયદેસર ધંધામાંથી મળેલા પૈસાના લાભાર્થી હતા. બેનર્જીએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

કથિત કોલસા કૌભાંડમાં મમતા બેનર્જીના ભત્રીજા-તેની પત્નીને પૂછપરછ માટે નવેસરથી સમન્સ પાઠવાયા
કથિત કોલસા કૌભાંડમાં મમતા બેનર્જીના ભત્રીજા-તેની પત્નીને પૂછપરછ માટે નવેસરથી સમન્સ પાઠવાયા

By

Published : Mar 17, 2022, 3:48 PM IST

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પશ્ચિમ બંગાળમાં કથિત કોલસા કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અને સાંસદ અભિષેક બેનર્જી અને તેમની પત્નીને પૂછપરછ માટે સમન્સ (ED again summons in coal scam ) પાઠવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને તેમની પત્ની રૂજીરા બેનર્જી Rujira Banerjee wife of abhishek banerjee)ને આવતા અઠવાડિયે અહીં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

વાંચો :મોદી સરકારે આઠ વર્ષમાં કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે શું કર્યું? રણદીપ સુરજેવાલા

દિલ્હી હાઈકોર્ટે 11 માર્ચે તેમને ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા માટે જારી કરાયેલા સમન્સને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. ગયા વર્ષે 10 સપ્ટેમ્બરે દંપતીને સમન્સ જારી કરવામાં આવ્યા હતા અને તેઓએ કોર્ટને વિનંતી કરી હતી કે, તેઓ ED (enforcement directorate)ને નિર્દેશ આપે કે તેઓ પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાથી તેમને દિલ્હીમાં હાજર થવા માટે સમન્સ જારી કરવામાં ન આવે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક એજન્સીની ઓફિસમાં આ કેસમાં બેનર્જીની પૂછપરછ કરવામાં આવી હતી.

વાંચો :The Kashmir Files Story: ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો

આસનસોલમાં ઈસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડની ખાણોને લગતી સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન) દ્વારા નોંધાયેલી નવેમ્બર 2020ની એફઆઈઆરના આધારે ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. કુનુસ્ટોરિયા અને કજોરા વિસ્તારમાં કરોડો રૂપિયાના કોલસા કૌભાંડનો આરોપ છે. EDએ દાવો કર્યો હતો કે, TMC સાંસદ આ ગેરકાયદેસર ધંધામાંથી મળેલા પૈસાના લાભાર્થી હતા. બેનર્જી (TMC Abhishek Banerjees wife )એ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

ABOUT THE AUTHOR

...view details