મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કહ્યું છે કે, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ (TRP) સાથે છેડછાડના કેસમાં (No evidence against Republic TV in TRP cases ) રિપબ્લિક ટીવી અને આર ભારતની સંડોવણીના કોઈ પુરાવા નથી. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે, તેના તારણો મુંબઈ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ સાથે "વિસંગત" હતા. ઓક્ટોબર 2020માં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અર્નબ ગોસ્વામીની માલિકીની રિપબ્લિક ટીવી અને આર ભારત ટીઆરપી નંબર સાથે ચેડાં કરી રહ્યાં છે.
TRP કેસમાં રિપબ્લિક ટીવી સામે કોઈ પુરાવા જ ન મળ્યા, EDએ ક્લીન ચીટ આપી - ED informs in charge sheet
નવેમ્બર 2020 માં, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક આરોપપત્ર દાખલ કર્યું હતું, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, રિપબ્લિક ટીવીએ ટેલિવિઝન ચેનલોના TRP રેટિંગ સાથે ચેડાં કર્યા હતા (No evidence against Republic TV in TRP cases) અને આ રીતે કથિત કૌભાંડનો ફાયદો ઉઠાવ્યો હતો અને વધુ સારી જાહેરાત આવક ઊભી કરી હતી.
No evidence against Republic TV in TRP cases, ED informs in charge sheet
કથિત કૌભાંડઃઆ પહેલા 15 સપ્ટેમ્બરે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ વિશેષ કોર્ટમાં ચાર્જશીટ (ED informs in charge sheet ) દાખલ કરી હતી. નવેમ્બર 2020 માં, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક આરોપપત્ર દાખલ કર્યું હતું, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, રિપબ્લિક ટીવીએ ટેલિવિઝન ચેનલોના TRP રેટિંગ સાથે ચેડાં કર્યા હતા અને આ રીતે કથિત કૌભાંડનો ફાયદો ઉઠાવ્યો હતો અને વધુ સારી જાહેરાત આવક ઊભી કરી હતી.