નવી દિલ્હી:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે જણાવ્યું હતું કે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવારના સભ્યો અને લંડન, દુબઈ અને ભારતમાં કંપનીઓની આશરે રૂ. 538 કરોડની સંપત્તિ કથિત બેન્ક લોન છેતરપિંડીની તેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી છે. અટેચ કરેલી મિલકતોમાં 17 ફ્લેટ, બંગલા અને કોમર્શિયલ જગ્યાનો સમાવેશ થાય છે. ફેડરલ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લંડન, દુબઈ અને ભારતના વિવિધ શહેરોમાં આવેલી મિલકતો ગોયલ, તેમની પત્ની અનિતા અને પુત્ર નિવાનના નામે જેટ એર પ્રાઈવેટ લિમિટેડ અને જેટ એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ જેવી વિવિધ કંપનીઓ દ્વારા રાખવામાં આવી છે.
EDએ એક નિવેદનમાં જણાવ્યુંહતું કે તેણે જેટ એરવેઝ (ઇન્ડિયા) લિમિટેડ (JIL) સામે મની લોન્ડરિંગ તપાસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની જોગવાઈઓ હેઠળ રૂ. 538.05 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. અટેચ કરેલી મિલકતોમાં જેટએર પ્રાઈવેટ લિમિટેડ, જેટ એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ, જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ (JIL)ના સ્થાપક ચેરમેન નરેશ ગોયલ, તેમની પત્ની અનિતા અને વિવિધ વ્યક્તિઓ અને કોમર્શિયલ પ્રોપર્ટીની વિવિધ કંપનીઓના નામે 17 રહેણાંક ફ્લેટ અને બંગલાનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે. ઇડીએ જણાવ્યું હતું કે, "ગોયલ અને તેમના પુત્ર નિવાન ગોયલની લંડન, દુબઇ અને ભારતમાં વિવિધ રાજ્યોમાં સ્થિત કંપનીઓ છે." EDની તપાસમાં બહાર આવ્યું છે કે JILએ SBI અને PNBની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમ પાસેથી લોન લીધી હતી.