દિલ્હી: દેશભરમાં ખળભળાટ મચાવનાર દિલ્હી લીકર કેસમાં દરરોજ નવી-નવી વાતો સામે આવી રહી છે. તાજેતરમાં આ કેસમાં હૈદરાબાદના અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરવામાં આવી હતી. પિલ્લઈને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા એક સપ્તાહ માટે ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. EDએ અરુણ પિલ્લઈના રિમાન્ડ રિપોર્ટમાં મુખ્ય મુદ્દાઓ જાહેર કર્યા છે. આ રિમાન્ડ રિપોર્ટ 17 પાનાનો છે.
સિસોદિયાની પૂછપરછ: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સોમવારે સીબીઆઈના રિમાન્ડ પૂરા થયા બાદ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કેસની સુનાવણી બાદ મનીષ સિસોદિયાને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ED પિલ્લઈને કોર્ટમાં રજૂ કરશે અને પૂછપરછ માટે તેની કસ્ટડીની માંગ કરશે.
આ પણ વાંચોSidhu Moose Wala Murder Case: સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા પંજાબ વિધાનસભાની બહાર ધરણા પર બેઠા, સીબીઆઈ તપાસની માંગ માંગ
અમનદીપ ધલની પણ ધરપકડ:તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લીકર કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં બિઝનેસમેન અને બ્રિન્ડકો સેલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમનદીપ ધલની પણ ધરપકડ કરી છે. તેઓની ધરપકડ દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. આ નાગે અધિકારીઓએ ગુરુવારે લોકોને માહિતી આપી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાલી રહેલી તપાસના સંદર્ભમાં ઇડી તેમનું નિવેદન નોંધશે.
આ પણ વાંચોDelhi Excise Policy Scam: ED એ તિહાર જેલમાં સિસોદિયાની પૂછપરછ શરૂ કરી
રામચંદ્ર પિલ્લઈને ED કસ્ટડીમાં મોકલી દીધો: રાઉઝ એવન્યુ કોર્ટે અરુણ રામચંદ્ર પિલ્લઈને ED કસ્ટડીમાં મોકલી દીધો છે. કોર્ટે 13 માર્ચ સુધી ED ની કસ્ટડીની મંજૂરી આપતા આદેશો જારી કર્યા. રાઉઝ એવન્યુ કોર્ટે EDની દલીલ સાથે સંમત થયા અને માતા સાથે વાત કરવાની મંજૂરી આપી. કોર્ટે પિલ્લઈની પત્ની અને વહુને કસ્ટડીમાં મળવાની પરવાનગી આપી.'