ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાની રસીકરણના પ્રમાણપત્ર પર વડાપ્રધાન મોદીની તસવીરો અંગે તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણીપંચને ફરીયાદ - આચારસંહિતા

કોવિડ -19 રસીકરણના પ્રમાણપત્ર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તસવીરો અંગે તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે આચારસંહિતાને અનુસરવા નિર્દેશ આપ્યો છે.

ચૂંટણી પંચે આરોગ્ય મંત્રાલયને ચૂંટણીના નિયમોનું પાલન કરવા જણાવ્યું
ચૂંટણી પંચે આરોગ્ય મંત્રાલયને ચૂંટણીના નિયમોનું પાલન કરવા જણાવ્યું

By

Published : Mar 6, 2021, 10:04 AM IST

Updated : Mar 6, 2021, 11:29 AM IST

  • કોવિડ -19 રસીકરણના પ્રમાણપત્ર પર PM મોદીની તસવીરો આચારસંહિતાનું ઉલ્લંઘન
  • તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી
  • વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી 26 ફેબ્રુઆરીથી આચારસંહિતા લાગુ થશે

નવી દિલ્હી: કોવિડ -19 રસીકરણના પ્રમાણપત્ર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો આચારસંહિતાનું ઉલ્લંઘન હોવાનું તૃણમૂલ કોંગ્રેસની ફરિયાદ પર, ચૂંટણી પંચે આરોગ્ય મંત્રાલયને પત્રમાં ચૂંટણીના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.

ભાવનાથી આચારસંહિતાનું પાલન

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોગ્ય મંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાની કેટલીક જોગવાઈઓ ટાંકવામાં આવી છે, જેમાં સરકારી ખર્ચમાં જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચ અને મંત્રાલય વચ્ચેના સંદેશાવ્યવહાર અંગે જાગૃત સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિત્વનો હવાલો આપ્યો નથી, પરંતુ આરોગ્ય મંત્રાલયને પત્ર અને ભાવનાથી આચારસંહિતાની જોગવાઈઓનું પાલન કરવાનું કહ્યું છે.

વાંચો:વડાપ્રધાન મોદી સહિત રાજકીય નેતાઓએ વેક્સિન લીધી

PMનો ફોટો છાપવામાં ન આવે

સૂત્રએ જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રાલયે કદાચ હવે ફિલ્ટર્સનો ઉપયોગ કરવો પડશે, જેથી પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં (જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં) કોવિડ -19 રસીકરણના પ્રમાણપત્ર પર વડા પ્રધાનનો ફોટો છાપવામાં ન આવે. આ ફિલ્ટરને સિસ્ટમમાં અપલોડ કરવામાં સમય લાગશે. પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી 26 ફેબ્રુઆરીથી આદર્શ આચારસંહિતા લાગુ થશે.

વાંચો:બંગાળ ચૂંટણી પહેલા ખુલાસો, બંગાળના 37 ટકા ધારાસભ્યો સામે પોલીસ કેસ દાખલ

Last Updated : Mar 6, 2021, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details