પૂર્વ રેલવેએ સુરક્ષાલક્ષી પગલાં લેતા 24થી 29 મે સુધી 25 ટ્રેન રદ કરી - વડાપ્રધાને વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા
તૌકતે બાદ હવે યાસ વાવાઝોડાની ભીતિના કારણે ભારતીય રેલવેએ સુરક્ષાલક્ષી પગલા ઉઠાવતા અનેક ટ્રેનને રદ કરી દીધી છે. પૂર્વ રેલવેએ 24મેથી 29 મે વચ્ચે ચાલનારી 25 ટ્રેન રદ કરી દીધી છે.
પૂર્વ રેલવેએ સુરક્ષાલક્ષી પગલાં લેતા 24થી 29 મે સુધી 25 ટ્રેન રદ કરી
By
Published : May 24, 2021, 9:14 AM IST
તૌકતે બાદ હવે યાસ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે
વાવાઝોડાના કારણે પૂર્વ રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરી
વાવાઝોડું 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટ સાથે ટકરાય તેવી સંભાવના
નવી દિલ્હીઃ તૌકતે વાવાઝોડાએ મચાવેલી તબાહી તો આપણે જોઈ, પરંતુ હવે યાસ વાવાઝોડું આવી રહ્યું છે. આ વાવાઝોડું બંગાળની ખાડીથી 26 મેની સાંજ સુધી પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટ સાથે ટકરાય તેવી સંભાવના છે.
યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી સંભાવના હોવાથી કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારો પણ વ્યવસ્થા કરી રહી છે. ભારતીય રેલવેએ સુરક્ષાલક્ષી પગલાં લેતા 25 ટ્રેન રદ કરી દીધી છે.
તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે યાસ વાવાઝોડા અંગે એક બેઠક યોજી હતી. યાસને ધ્યાનમાં રાખી વડાપ્રધાને તમામ વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. તેમણે વધુ જોખમવાળા વિસ્તારમાં લોકોનું સુરક્ષિત રીતે અન્ય સ્થળે સ્થળાંતર કરવા રાજ્યો સાથે વાતચીત કરીને કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.