નવી દિલ્હીઃઉત્તર ભારતમાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર તેને 4.6 માપવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, નેપાળમાં આજે બપોરે 2:25 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનું કહેવું છે કે નેપાળમાં 5 કિમીની ઊંડાઈએ 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ દિલ્હી- NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
Earthquake In North India : ઉત્તર ભારતમાં ધરા ધ્રૂજી, જોરદાર આંચકા લાંબા સમય સુધી રહ્યા, નેપાળ બન્યું મુખ્ય કેન્દ્ર - दिल्ली एनसीआर में भूकंप के झटके
ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર તેને 4.6 માપવામાં આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું કહેવાય છે.
Published : Oct 3, 2023, 3:24 PM IST
|Updated : Oct 3, 2023, 3:52 PM IST
નેપાળમાં વારાફરતી બે આંચકા અનુભવાયા : માહિતી અનુસાર, નેપાળમાં 25 મિનિટના અંતરાલમાં 4.6 અને 6.2 તીવ્રતાના બે ભૂકંપ આવ્યા, જેના તીવ્ર આંચકા દિલ્હી-NCR અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, નેપાળમાં 4.6ની તીવ્રતાનો પહેલો ભૂકંપ બપોરે 2:25 કલાકે 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ પછી બપોરે 2.51 કલાકે 6.2ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના જોરદાર આંચકાના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમની ઓફિસના અન્ય તમામ લોકો સાથે નિર્માણ ભવનમાંથી બહાર આવી ગયા હતા.
લોકોની સુરક્ષા માટે નંબર જાહેર કર્યો : દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લોકોએ બીજા ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા અને તેઓ તેમની ઓફિસો અને બહુમાળી ઇમારતોમાંથી બહાર આવી ગયા હતા. દિલ્હી પોલીસે કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. "અમે આશા રાખીએ છીએ કે તમે બધા સુરક્ષિત છો. કૃપા કરીને તમારી ઇમારતોમાંથી સુરક્ષિત જગ્યાએ આવો, પરંતુ ગભરાશો નહીં. લિફ્ટનો ઉપયોગ કરશો નહીં. કોઈપણ કટોકટીની મદદ માટે 112 ડાયલ કરો," તેણે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. ચંદીગઢ અને જયપુર સહિત ઉત્તર ભારતના અન્ય ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જયપુરના પોલીસ કંટ્રોલ રૂમે કહ્યું કે હજુ સુધી કોઈ નુકસાનની માહિતી નથી.