ઉખરુલ: મણિપુરના ઉખરુલમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ઉખરુલ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 હતી. સવારે 5.01 કલાકે ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, ભૂકંપ 20 કિમીની ઊંડાઈથી આવ્યો હતો.
3.5ની તીવ્રતાનો ભૂકંપ:નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વીટ કર્યું કે ભૂકંપ 24.99 ડિગ્રી અક્ષાંશ અને 20 કિમીની ઊંડાઈએ 94.21 ડિગ્રી રેખાંશ પર હતો. હજુ સુધી કોઈ જાનહાનિ કે કોઈ નુકસાનના સમાચાર નથી. જો કે ભૂકંપના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. આસામ, મિઝોરમ અને મણિપુર જેવા પર્વતીય ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. સિસ્મોલોજિસ્ટ્સ ઉત્તરપૂર્વને વિશ્વમાં છઠ્ઠા સૌથી વધુ ભૂકંપથી પ્રભાવિત પ્રદેશ તરીકે પણ માને છે.
મણિપુરની સ્થિતિ નાજુક: હાલમાં જ મણિપુરમાં મહિલાઓ સાથે અત્યાચારનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી મણિપુરમાં અશાંતિ ફેલાઈ છે. સમગ્ર રાજ્યની સ્થિતિ ખુબ નાજુક બની છે. સામાન્ય જનજીવન પર તેની ભારે અસર થઇ છે.
- Kutch Earthquake : ભૂકંપના બે દાયકા બાદ સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ થતાં ખુશીનો માહોલ
- Earthquake Tremors in Amreli : વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા ગ્રામ્ય જીવનના લોકોમાં ભયનો માહોલ
- Kutch Earthquake : અનેક વખત ભૂકંપના આંચકાઓ આવવા છતાં વિકાસની રફતાર પુરપાટ
રાજસ્થાનના જયપુરમાં ભૂકંપના આંચકા:આજે વહેલી સવારે રાજસ્થાનના જયપુરમાં અડધા કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું હતું કે સવારે 4.09 કલાકે પહેલો આંચકો અનુભવાયો હતો. આ પછી બીજો આંચકો સવારે 4.23 કલાકે અને ત્રીજો આંચકો સવારે 4.25 કલાકે અનુભવાયો હતો. એક પછી એક ત્રણ આંચકાથી લોકો ગભરાઈ ગયા હતા. ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા અને એકબીજાની હાલત પૂછતા જોવા મળ્યા.