દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. મોડી સાંજે 9.34 કલાકે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં હતું. હજુ સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
Earthquake: દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, જમ્મુ-કાશ્મીરમાં પણ તેના આંચકા અનુભવાયા - Delhi Earthquake
દિલ્હી-NCRમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં નોંધાયું છે.
Etv Bharat
મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં હતું. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં પણ તેના આંચકા અનુભવાયા છે. કેન્દ્ર હિન્દુકુશમાં હોવાને કારણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારત ત્રણેયમાં તેના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરમાં ઘણી વખત ભૂકંપ આવ્યા છે, જ્યારે દિલ્હી-એનસીઆર પણ ભૂકંપના આંચકાને કારણે સતત ધ્રૂજી રહ્યું છે.
અપડેટ કરી રહ્યા છીએ...
Last Updated : Aug 5, 2023, 10:06 PM IST