સિક્કિમઃ થોડા સમયથી ભારત સાથે અનેક દેશોમાં ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. ખબર નહિ શેના કારણે આ ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. પરંતુ શિયાળાની શરૂઆત થતાની સાથે ભૂકંપના આંચકાઓમાં વધારો થયો છે. ત્યારે કાલ અને આજે ફરી સવારે સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
આ પણ વાંચો IIT Kanpur ના પ્રોફેસર કહ્યું ભારતના ઝોન-5 શહેરોમાં ભૂકંપની વધુ છે શક્યતા
ભૂકંપના આંચકા અનુભવાયા: મળતી માહિતી અનૂસારરિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમથી 70 કિમી ઉત્તરમાં આવેલા યુક્સોમમાં સાંજે લગભગ 4.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, હાલ કોઇ જાનહાનિ થઇ નથી. જેના કારણે લોકોએ રાહતના શ્વાસ લીધા છે.
આ પણ વાંચો Turkey Syria quake: તુર્કી સીરિયાનો ભૂકંપ આટલો વિનાશકારી કેમ હતો, જાણો તે પાછળનું કારણ
નુકસાન અંગે કોઈ માહિતી નથી:નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આજે સવારે 4.15 વાગ્યે સિક્કિમના યુક્સોમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 27.81 અને રેખાંશ 87.71 હતું. ભૂકંપની ઊંડાઈ 10 કિમી નોંધવામાં આવી છે. હાલમાં જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.પરંતુ હવે દરેક લોકોને ભૂકંપના આંચકાનો ડર સતાવી રહ્યો છે. કેમ કે અફવાઓ પણ એવી ફેલાઇ રહી છે કે ભારતમાં પણ ભૂકંપના આંચકાઓ આવી શકે છે. પરંતુ તેમાં કેટલી હકિકત છે તે હજુ કહેવું કે માનવું શક્ય નથી કે નકારી કે સ્વીકાર પણ કરી શકાય નહી.
ગુજરાતની ધરા વારંવાર ધ્રુજે:છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં પણ વારંવાર ધરા ધ્રુજે છે. થોડા દિવસ પહેલા સુરતમાં ભૂકંપના આંચકો આવ્યો હતો. આ સાથે અમરેલીના મતિરાળામાં 15 દિવસે અને 15 દિવસે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. જેને લઇને લોકો ત્યાં રાતે પણ સુઇ શકતા નથી. લોકોમાં સતત ભય જોવા મળે છે. તો બીજી બાજુ નેપાળમાં ધરતી વારંવાર ધ્રુજે છે. ભારતના પડોશી દેશ નેપાળમાં ગયા વર્ષે 28 ડિસેમ્બર, 2022ના રોજ બપોરે 1 અને 2 વાગ્યે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.7 અને 5.3 માપવામાં આવી હતી.