ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi NCR Earthquake: દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા - Earthquake tremors felt in Delhi NCR

સોમવારે દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પૃથ્વી થોડીક સેકન્ડો સુધી ધ્રૂજી ઊઠી હતી. લોકો ઘરની બહાર આવી ગયા હતા.

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 5:34 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં ચોથા દિવસે પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.6 હોવાનું કહેવાય છે. શુક્રવારે રાત્રે પણ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

દિલ્હી-એનસીઆર અને યુપીના લખનઉમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તર ભારતના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. સોમવારે સાંજે ફરી એકવાર દિલ્હી-NCR ભૂકંપથી હચમચી ઉઠ્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ 3જી નવેમ્બરની રાત્રે ભૂકંપના જોરદાર આંચકાથી લોકો ધ્રૂજી ગયા હતા.

અપડેટ થઈ રહ્યું છે...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details