ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Earthquake Strikes off Japan : જાપાનના ઓગાસાવારા ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 6.3ની તીવ્રતા

જાપાનના ટોકિયો વિસ્તારમાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા(Earthquake Strikes off Japan) હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા(Earthquake Magnitude in Japan) 6.3 માપવામાં આવી છે.

Earthquake Strikes off Japan : જાપાનના ઓગાસાવારા ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 6.3ની તીવ્રતા
Earthquake Strikes off Japan : જાપાનના ઓગાસાવારા ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 6.3ની તીવ્રતા

By

Published : Jan 4, 2022, 10:05 AM IST

Updated : Jan 4, 2022, 3:39 PM IST

ટોકિયોઃ જાપાનના ટોકિયો વિસ્તારમાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા(Earthquake Strikes off Japan) હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર(Earthquake Epicenter in Japan) ટોક્યોના ઓગાસાવારા ટાપુઓમાં હતું.

સવારે 6:09 વાગ્યે ભૂકંપનો આંચકો

જાપાન સ્થાનિક સમય અનુસાર સવારે 6:09 વાગ્યે ભૂકંપ(Earthquake on the Island of Ogasawara) આવ્યો, તેનું કેન્દ્રબિંદુ 27.1 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 142.5 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. તેની ઊંડાઈ 70 કિમી હતી. મહત્વનું છે કે, હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

ચીનમાં પણ ભુકંપના આંચકાથી 22 લોકો ઈજાગ્રસ્ત

આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ચીનના યુનાન(Yunnan Earthquake in China) વિસ્તારમાં આવેલા નિંગલોંગ કાઉન્ટીમાં રવિવારે 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકો અનુભવાયો હતો. ચીનના આ ભૂકંપના આંચકમાં ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા હતા. ત્યારે ફરી આજે વહેલી સવારે જાપાનના ટોકિયો વિસ્તારમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો હતો. જો કે હજી સુધી કોઈ સુનામી કે જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયાં નથી.

આ પણ વાંચોઃ QUAD શું છે? જેની બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે અને ચિંતા ચીનની વધશે

આ પણ વાંચોઃ earthquake In Dadra Nagar Haveli Palghar: વલસાડ-પાલઘર સરહદએ 3.6 અને 2.2ના ભૂકંપના આફ્ટર શોક, લોકોમાં અફરાતફરી

Last Updated : Jan 4, 2022, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details