મહારાષ્ટ્ર:મહારાષ્ટ્રના હિંગોલી વિસ્તારમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જોકે તેની તીવ્રતા ઓછી હતી. જ્યારે આ ભૂકંપના આંચકાથી કોઈ જાનમાલ કે નુકસાનના હજુ સુધી કોઈ સમાચાર મળ્યાં નથી. પંરતુ ભૂકંપના આંચકાથી આ વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા. જયારે કેટલાંક લોકોને ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે તેનો અહેસાસ પણ થયો ન હતો.
મહારાષ્ટ્રમાં ભૂકંપ: હિંગોલીમાં ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 3.5, જાનમાલનું કોઈ નુકસાન નહીં
તાજેતરમાં નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ થોડા દિવસ પહેલાં ઉત્તરાંખડના ઉત્તરકાશીમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતાં. જોકે હવે મહારાષ્ટ્રના હિંગોલીમાં સોમવારે વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા જોકે ઘણી ઓછી હતી. બીજી તરફ રાહતની વાત એ છે કે હજી સુધી કોઈ જાનમાલ કે નુકસાનના કોઈ સમાચાર નથી.
Published : Nov 20, 2023, 10:15 AM IST
ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભૂર્ગભમાં 5 કિમી ઉંડાઈએ: મળતી માહિતી મુજબ આજે સવારે 5.09 વાગ્યે મહારાષ્ટ્રના હિંગોલી વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 5 કિમીની ઊંડાઈએ હતું. મોટાભાગના લોકો ઊંઘમાં હોવાથી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો ન હતો. જોકે, કેટલાક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જ્યારે કેટલાક લોકો ડરી ગયા હતા અને ઘરની બહાર દોડી ગયા ગતાં.
ભૂકંપના કારણે લોકોમાં ભય: મહત્વપૂર્ણ છેકે, તાજેતરમાં નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ થોડા દિવસ પહેલાં ઉત્તરાંખડના ઉત્તરકાશીમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતાં. જોકે હવે મહારાષ્ટ્રના હિંગોલીમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. બીજીતરફ ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી ત્યારે હજી સુધી કોઈ જાનમાલ કે નુકસાનના કોઈ સમાચાર મળ્યાં નથી એટલે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીઘો છે.