- રાત્રે 10.35 મિનિટે આવ્યો ભૂકંપ
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજિકિસ્તાનમાં હતું ભૂકંપનું કેન્દ્ર
- ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
- પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનમાં અનુભવાયો ભૂકંપ
નવી દિલ્હી: તાજિકિસ્તાન, પાકિસ્તાન અને ભારત તથા દેશના 7 રાજ્યોમાં રાત્રે 10:35 વાગ્યા સુમારે ભૂંકપના ભારે આંચકા અનુભવાયા હતા. દિલ્હી NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત સંપૂર્ણ ઉત્તર ભારતમાં આ આંચકા અનુભવાયા હતા. જોકે તેનાથી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.0 મપાઈ હતી
ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનમાં જમીન નીચે 74 કિ.મી. ઊંડે હતું. તેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.1 મપાઈ હતી. ભૂકંપના ડરથી અનેક લોકો ઘરોથી બહાર દોડી આવ્યા હતા. અમૃતસરમાં અમુક ઘરોમાં તિરાડ પડી હોવાના અહેવાલ હતા. જ્યારે રાજસ્થાનના બિકાનેરમાં પણ શુક્રવારે 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિકાનેરથી લગભગ 420 કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં હતું. જમ્મુ-કાશ્મીર, દિલ્હીમાં લોકો ગભરાટને કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. મોડી રાત સુધી ઘરમાં જતાં ડરતા હતા.