નવી દિલ્હીઃનેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડામાં હતું. તેની ઊંડાઈ જમીનની અંદર 6 કિલોમીટર હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 હતી. દિલ્હીની ધરા ધણધણી હતી. દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચંડીગઢથી લઈને જમ્મૂ કાશ્મીર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકોના જીવ પડીકે બંધાયા હતા.
માર્ચમાં પણ આવ્યા આંચકાઃઅગાઉ માર્ચ મહિનામાં ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 હતી. ભૂકંપની અસર દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો. દિલ્હીમાં આંચકાની તીવ્રતા ઘણી ઓછી હતી. પરંતુ ઘણા લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડથી 30 કિમી દક્ષિણપૂર્વમાં હોવાનું કહેવાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હોવાનું કહેવાય છે.
ઉત્તર ભારતમાં અસરઃ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીરના ડોડામાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સમગ્ર ઉત્તર ભારતમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આ આંચકા બહુ જોરદાર નહોતા, જેના કારણે ઘણા લોકોને તેનો ખ્યાલ પણ ન હતો. પંજાબ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા વગેરે જેવા ઉત્તર-ભારતના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રાત્રે આવ્યો આંચકોઃ આ પહેલા આવેલા ભૂંકપમાં ભૂકંપના આંચકા રાતે 11.46 વાગે અનુભવાયાં હતાં. 4.2ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનુમ કેન્દ્ર હરિયાણામાં ગુરુગ્રામથી 48 કિલોમીટર દુર દક્ષિણ પશ્ચિમમાં છેે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાતા આવ્યા છે. વૈજ્ઞાનિકો ભારપૂર્વક જણાવી રહ્યા છે કે દિલ્હીની આસપાસ કોઈ અસામાન્ય ધરતીકંપની પ્રવૃત્તિ થતી નથી.
- Kutch Earthquake : ભૂકંપના બે દાયકા બાદ સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ થતાં ખુશીનો માહોલ
- Bhimasar model village: શહેરને પણ ટક્કર મારે એવું છે ભીમાસર ગામ, જાણો 2001 ભૂકંપ બાદ કેવી રીતે ગામે કર્યો વિકાસ